________________
નલથી બળતી ગોપીએ ગીત લલકાર્યું, કૃષ્ણના નામને, કનૈયાના નામને પિકાર કરવા લાગી. અરે ! તે ગેપીકગીતમાં કેટલે બધો ગુઢ અર્થ સમાયેલું છે ! ગોપી પિકાર કરે છે અથવા મીઠડું ગીતડું ગાય છે કે “ હે અમ્યુત ! અમે, પતિ, પુત્ર, સંબંધીઓ, ભાઈઓ તથા નાતિલાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે આવ્યા છીએ; તમારાં ગીત ઉપર મેહિત થયા છીએ તે તમે અમારા આવવાનાં કારણને જાણે છે. અરે કપટિ ! રાત્રિને વખતે તમારા વિના બીજે ક્યાં પુરૂષ સ્ત્રીઓનો ત્યાગ કરે ? એકાંતમાં થયેલી સંકેતની વાતચીત, તેથી થયેલા પ્રેમને ઉદય, તમારું હસતું મુખકમળ, પ્રેમપૂર્વક જેવું અને લક્ષ્મીના સ્થાનરૂપ તમારૂં મેટું ઉરસ્થળ, આ સર્વ તરફ દષ્ટિ કરતાં અમને વારંવાર અત્યન્ત ઈચ્છા થાય છે અને અમારું મન મેહ પામે છે, પોતાના ભક્તોના હદયના રોગને જે ઔષધ નાશ કરે છે તે ગુપ્ત ઔષધ તમેજ જાણે છે:” અર્થ –આત્મા પરમાત્મા પ્રતિ પિકાર કરે છે અથવા પોતાનું હદયસંગીત લલકારે છે કે-હે પરમાત્મન ! હે વિભુ ! હે પિતા ! હે તાત ! હું, હાલી ચી, પ્રિય બાળક, પ્રેમીલાં સ્વજને આદિને ત્યાગ કરી આપની પાસે આવ્યો છઉં, તમારી મોરલીના ઘેરા બ્રહ્મનાદ પર હું મોહિત થયો છd; શ્યામવર્ણી માયા રાક્ષસીના સપાટામાંથી છટકી, નિવૃત્તિ માર્ગને શાંત પંથ પર આપના અનંત ધામ પ્રતિ આવવાના કારણને તમે સારી રીતે જાણે છે. તે પિતા ! અજ્ઞાન અંધકારમાંથી બહાર નીકળવાને ફાંફાં મારનાર અને અને માયાસીને મેહપાશમાંથી છૂટવાને વલખાં મારનાર જીવ, આપ સિવાય બીજા કયા પુરૂષને વળગી રહે ? શું આપ મારે ત્યાગ કરશો ? સમાધિસ્થ દશામાં બેસીને હદયની કુંજગલીમાં થએલી એકરૂપ થવાની સંકેતની વાતચીત, તેથી મારા અંત:કરણમાં થએલે પૂર્ણ પ્રેમને ઉદય; એ બધું જ્યારે જ્યારે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com