________________
જેટલું સુંદર વાક્ય ન લખી શકે તે સ્વાભાવિક છે; પરંતુ તે તે પ્રમાણે લખવાનો પ્રયત્ન કરવામાં પોતાના અક્ષર હોય તેનાં કરતાં તે વધારે સુંદર લખી શકે છે, અને પરિણામે તે અમુક સમય વીત્યા બાદ સુંદર રીતે લખી શકશે.
૧૯ પ્રશ્ન –મેટાં માણસે જે માર્ગ ગ્રહણ કરે તે માર્ગ આપણે ગ્રહણ કરે તેમ કહેવામાં આવે છે. પ્રહલાદજી એક મોટા માણસ–ભક્તરાજ ગણાય છે, તેણે પોતાના પિતાની આજ્ઞાને માન ન આપ્યું. આપણે આપણા વડીલોની આજ્ઞા ન માનવામાં તેમનું અનુકરણ કરીએ તે કેમ?
૧૯ ઉત્તર:–અર્જુન એક મહાન વ્યક્તિ હતા, તેમણે અનેકને સંહાર કર્યો, એ ઉપરથી એમ સમજવાનું નથી કે આપણે પણ અનેકને સંહાર કરે. કયા પ્રસંગો વચ્ચે અમુક કાર્ય કરવામાં આવ્યું છે તેને ખાસ વિચાર કરવો જોઈએ; નહિ તે અનંત ભ્રમણા ઉભી થશે તેવી જ રીતે કાર્ય કરનારના ચારિત્ર અને જ્ઞાનને પણ લક્ષમાં રાખવાં જોઈએ, કારણકે ચારિત્ર અને જ્ઞાનના પ્રમાણમાં ધર્મ-કર્તવ્યની કક્ષા બદલાય છે. જે અંગે સમાન હોય, તેમજ કાર્ય કરનારનાં જ્ઞાન અને ચારિત્ર અમુકના જેવા સમાન હોય, તેજ સામાન્ય નીતિનાં કાનૂન વિરૂદ્ધ અમુકનું અનુકરણ સાવધાનતાપૂર્વક કરી શકાય.
૨૦ પ્રમ: એક બાજુ મારે મારા દેશના કલ્યાણની વાત કરવાની હોય અને બીજી બાજુ મારે મારા પિતાના કલ્યાણની વાત કરવાની હોય તો એવે વખતે મારે કેમ વર્તવું ?
૨૦ ઉત્તર–સામાન્ય રીતે તે નજદીકને ધર્મ પહેલે બજાવવો જોઈએ, અને એક બાળક-વિદ્યાર્થી માટે તે પિતાના પિતા તરફનું કર્તવ્ય એ અગત્યની બાબત છે. પોતાના દેશના કલ્યાણ કરવાને વિદ્યાથીને વિચાર આધાર મૂકવા લાયક હતો નથી પણ આ સામાન્ય નિયમને અપવાદ હોઈ શકે, જેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com