Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt
View full book text
________________
પ્રણવ ધ્યાન–ગરબી. સ્નેહે સ્મરું હું શબ્દ બ્રહ્મ ઓમકારને, પ્રેમે પ્રણવનું ધરૂ ધ્યાન રે,
એમધૂન લાગી અંતરમાં ટેક. રૂવે એના રણકારા રાજતા, પ્રાણમહીં ગુંજન યે ગાન રે. મધૂન અણુ અણુયે એના ધબકારા ધ્રુજતા, બ્રહ્માંડે ભરપુર એ ભાન રે. એમધૂન સુર્ય ચંદ્ર તારામાં તેજ એનાં ઝગમગે, વાદળમાં વિદ્યુતનાં તાન રે. એમધૂન સચરાચરમાંહી સર્વ રૂપ રળીયામણું, નયન નયન ઝળકે નિશાન રે.એમધૂન હું તું તે ભાવભેદ, સહ માંહે શમ્યાં, સચ્ચિદાનંદ સ્નેહ સાન રે. એમધૂન
સીતારામ ?
એશીયાળે–ભજન. અનુભવ વિનાનો આતમ એશીયાળ, ભરૂ ભાળે ભયના ભણકાર, અજ્ઞાની ચઢ્યો રે માયાના ચાકડે, સુઝે અવળા વ્યાપાર. અનુભવ સૂર્ય ખરે અંગાર થઈ, નવખંડ ધરણી મોઝાર, સમુંદર માઝા મુકીને, કરે જળ બંબાકાર;
જેણે રે ઉગાડ્યાં તે ઉગારશે. અનુભવ મુશળધાર વરસે મેહુલેજ, થાય વિજળી ઝબકાર, પ્રલય તણા રે પ્રવાહમાં, પરખાયે જીવનધાર;
જેણે રે વાવ્યા તે વિકસાવશે. અનુભવ રામનાં રખોપાં આખા વિશ્વને, રીકરની કર ખાખ, નિર્ભય ઉરે જીવન ખેલજે, અજરામર છે તું તાત; જેણે રે જન્માવ્યાં તે જીવાડશે. અનુભવ
* સીતારામ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 45 46 47 48 49 50