________________
૩૮
વિકાસ કેટલે અંશે થયે છે તેના પર આધાર રાખે છે. શરૂઆતના ધ્યાનની પદ્ધતિ અહિંયા કહી બતાવું. શ્રીકૃષ્ણના જીવનને એક પ્રસંગ વાંચે, પછી પુસ્તક બંધ કરે. આંખે મીંચે. વાંચેલો પ્રસંગ તમારી કલ્પનાવડે તમારા મન આગળ ખડે કરે. આસપાસનાં દાને વિગતવાર પૂર્ણ રીતે ચીતરવા પ્રયત્ન કરે. એ દશ્યની વચમાં શ્રી કૃષ્ણને ઉભેલા-રમતાં ખડા કરે. પછી તેના પર જ તમે એકાગ્ર થાઓ. તેનું જ્ઞાન તેની દયા, તેને પ્રેમ, વિગેરે તેના અનેક સદગુણેને વિચાર કરે. તેને જે સદ્દગુણ તમને વધારે આકર્ષત હોય તેના પર વિશેષ વિચાર કરે. આ પ્રમાણે વિચાર કરતાં ધ્યાન કરનારાને પ્રેમ વધતો જાય છે અને તે શ્રીકૃષ્ણની સાથે વધારે ને વધારે એક્તાર થાય છે. આમ ધ્યાન કરે ત્યારે સાથે સાથે શ્રી કૃષ્ણનું નામ જેમાં હેય તેવા કેઈ મંત્રને જપ ચાલુ રાખે.
૧૭ પ્રશ્ન-ગીતામાં કહ્યું છે કે જીવાત્મા જીર્ણ શરીરને ત્યાગ કરી નવું શરીર ધારણ કરે છે, તે પછી જુવાનનું આ માટે મરણ થાય છે?
૧૭ ઉત્તર – ગીતામાં એ નિયમ આપેલ છે તે સામાન્ય નિયમ છે. વૃદ્ધાવસ્થા સિવાય જીવાત્મા શરીર કદી ન છોડે તેમ કંઈ ગીતામાં કહેલું નથી. બીજાં કારણે પણ ધ્યાનમાં લેવા જોઈએ.
૧૮ પ્રશ્ન: સામાન્ય માનવી શ્રી રામચંદ્રનું અનુકરણ કરી શકે, અને તેના જેવું જીવન ગુજારી શકે? - ૧૮ ઉત્તર સામાન્ય માનવી શ્રી રામચંદ્રના જેવું પૂર્ણ આદર્શ જીવન ગુજારી ન શકે. પણ તેનું અનુકરણ કરવાને બનતે પ્રયત્ન કરી શકે, અને તે રીતે પિતાના ચારિત્રને પવિત્ર બનાવી શકે. જયારે એક શિક્ષક એક વિદ્યાથી પાસે પોતે લખેલ હોય તે પ્રમાણે એક વાકય લખવા મૂકે છે, ત્યારે વિદ્યાથી શિક્ષક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com