________________
૩૬
સાચુ હાય છે ? માનવીના જીવન અને ગ્રહેા વચ્ચે શું સંબંધ હાય છે ?
૧૧ ઉત્તરઃ—ભવિષ્ય કહે તે હંમેશાં સાચું હાતું નથી; કારણકે નિષ્ણાત પણ, માનવીની બધી પરિસ્થિતિથી વાકેફ્ થઇ શકતા નથી. દરેક ગ્રહને પાતપેાતાની વ્યક્તિગત અસર હાય છે; બધા ગ્રહેા અમુક રીતે એક બીજા સાથે સ'કળાએલા પણ રહે છે. માનવીના દરેક દેહના અંધારણ મુજબ અમુક ગ્રહની અસર અમુક પ્રમાણમાં થાય છે અને અમુક ગ્રહની અસર જરા પણ થતી નથી. નિષ્ણાત એમ કહી શકે કે અમુક બનાવે! અને અમુક સંચાગાની પરીસ્થિતિ ઉભી થશે. પરંતુ માનવી તે અનાવા અને અથવા સચાગા ઉભા થાય ત્યારે તે કેવી રીતે વશે તે, તે કહી ન શકે. એટલે કે માનવી કઇ રીતે પ્રત્યાઘાત કરશે તે સાચું ન કહી શકે. અમુક સ`ભવિતતા છે તેમ કહી શકે, કારણ કે માનવી ઇચ્છાશક્તિથી સ્વતંત્ર છે. નિષ્ણાત એક શક્તિને–ગ્રહની અસરને જાણે છે, પણ ખીજી શિતને-માનવીની ઈચ્છાશક્તિને જાણતા નથી. માટે એ શક્તિ વચ્ચેનુ પરિણામ ચાક્કસ રીતે શું આવશે તે તે ન કહી શકે.
૧૨ પ્રશ્ન:—શ્રી રામના શરીરના રંગ કાળા અને લક્ષ્મણના શરીરના રંગ શ્વેત હતા, તેમ શા માટે ?
૧૨ ઉત્તર:—કાળા નહિ પણુ ઘનશ્યામ-આસમાની, શ્રી કૃષ્ણના જેવા. ભગવાન વિષ્ણુના અવતારના રંગ તેવા હાય છે. આકાશ આસમાન ધે વ્યાપી રહ્યું છે; ભગવાન વિષ્ણુ અધે વ્યાપી રહ્યા છે. માટે આસમાની રંગ એ સાંકેતિક છે. લક્ષ્મણના રગ માત્ર એકલા ધેાળા નહિ પણ તેમાં પીળા રંગની છાયા પણ ખરી, જેથી અન્ને ભાઈઓના શરીરના રંગેા એકત્ર થાય એટલે તેમાં બધા રંગોના સમાવેશ થઇ જાય. જ્યારે વિષ્ણુ ભગવાનના અવતાર ચાર કુડા દ્વારા વ્યક્ત થાય છે ત્યારે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com