________________
પદાર્થ–વસ્તુ પહેરનારની સુંદર રીતે રક્ષા કરે છે. સામાન્ય ભસ્મમાં રક્ષણ કરવાની શક્તિ નજીવી હોય છે.
૬ પ્રશ્ન-મૃત્યુના “કાળ મૃત્યુ” અને “અકાળ મૃત્યુ” એવા શું બે પ્રકાર હોય છે? - ૬ ઉત્તર-અકાળ મૃત્યુ” એટલે એ દેહનું વ્યાજબી સમયે મૃત્યુ થાય છે. તે શરીર દ્વારા ભેગવવાનું કર્મ ખલાસ થાય તેવે સમયે મૃત્યુ થાય છે. એ સમય આવે તે પહેલાં મૃત્યુ થાય તે “અકાળ મૃત્યુ ”. વ્યક્તિગત કર્મના નિયમને બદલે બીજા કઈ નિયમાનુસાર “અકસ્માત થી મૃત્યુ થાય તે “અકાળ મૃત્યુ. ઘણીવાર એવું બને છે અમૂક સમૂહકર્મમાં પોતે ભાગ લીધે હોય અને તેને પરિણામે જે કર્મ ભેગવવાનું હોય તે કર્મ ખલાસ કરી જવાની તક જે જીવાત્માને પ્રાપ્ત થાય તે
જીવાત્મા તેવી તક ઝડપી લે છે, અને દેહનું મૃત્યુ થાય છે. આવા દાખલાઓમાં દેહદ્વારા જે કમ ભેગવવાનું હતું તે અધુરં રહે છે અને તે અધૂરું રહેલું કર્મ સૂત્મક પર ભેગવવું પડે છે. જ્યાં સુધી અધૂરૂં કર્મ પુરેપુરું ભગવાઈ રહેતું નથી ત્યાંસુધી નિયમસરની મૃત્યુ પછીની સ્થિતિમાંથી પસાર થવાતું નથી.
૭ પ્રશ્ના–કયા દેહથી દુષ્ટ માણસો નકે ભગવે છે અને સારા માણસે સ્વર્ગ ભગવે છે?
૭ ઉત્તર–સ્થલ દેહનાં પરમાણુઓ ખરી પડે છે-સ્થલ દેહને 'નાશ થાય છે ત્યારપછી જીવાત્માને કારણ અને સૂક્ષ્મ શરીરે હજુ હોય છે. સૂક્ષ્મ શરીરનો નીચલો ભાગ પુનઃ વ્યવસ્થિત થાય છે. અને તેને પ્રેતદેહ કહેવામાં આવે છે. એ પ્રેતદેહની લાલસાએ અતૃપ્ત રહે છે અને તેને દુઃખ થાય છે. જ્યારે સૂક્ષ્મ શરીરના સ્થલ–જડ પરમાઓ ખરી પડે છે ત્યારે સૂક્ષમ શરીરને સૂક્ષમ ભાગ સુખ ભેગવે છે. અતુમિ એટલે દુઃખ એટલે નર્ક. તૃપ્તિ એટલે સુખ એટલે સ્વર્ગ. સુંદર બાબતની તૃમિ એ સુખ-સ્વર્ગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com