Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 22
________________ સહિત જ્ઞાન થયું; એક વખત ઠેસ વાગી, હવે પુનઃ તે પ્રકારની ભૂલ ન થાય તે માટે, અહંકાર-અભિમાન–મદ ન આવી જાય તે માટે “હું બીજા કરતાં શ્રેષ્ઠ છું, મારાપર ગુરૂની–પ્રભુની કૃપા વિશેષ છે. ” એવી વિચાર સ્કૂરણ પુન: ન થાય તે માટે દઢ નિશ્ચય . ગોપી–આત્મા મુરલીનાદ-ગુપ્ત નાદ (Voice of the Silence) સાંભળવા માટે, માર્ગ પરનો પ્રકાશ (Light On The Path) જેવા માટે, શ્રીકૃષ્ણને પરમાત્માને-ગુરૂને ચરણે ( At The Reet Of The Master) બેસવા માટે, તલપાપડ થવા લાગ્ય; પુનઃ કૃષ્ણદર્શન-પરમાત્માના દર્શન માટે પ્રબળ ઈચ્છા થવા લાગી. ગુણિયલ ગુજરાતના કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ કે ભક્તિમાર્ગ પર પ્રવાસ કરનારા સ્નેહાળ સાધુજને અને સાધ્વીઓ ! કદાચ આપના હસ્તમાં જે ગુરૂ કૃપાથી અમૃતથી ભરેલે સુંદર પ્યાલે હોય તો તેમાં અભિમાન-અહંકારનું વિષ ન ભળી જાય તેની સંભાળ રાખજે, નહિ તો તમને ગેપીની જેમ પરિતાપ કરવાને સમય આવશે. શ્રીકૃષ્ણને દિવ્ય મુરલીનાદ-પરમાત્માને બહાનાદ શ્રવણ કરવાને આપણે કયારે ભાગ્યશાળી થઈશું !!! સ્વદેષ ભાન, પ્રિય જીજ્ઞાસુ બધુઓ અને ભગિનીઓ! ગેપીને–આત્માને વષનું ભાન થયું ઠેસ વાગી. અહંભાવથી (Egoism ) પ્રભુ-કૃષ્ણ દૂર રહે છે, માન અપમાનથી પરમાત્મા વેગળા રહે છે, તે પ્રકારના જ્ઞાનને યથાર્થ અનુભવ જીવન-ગોપીને થયે. મુરલીનાદ-ગુપ્તનાદ માટે, માર્ગ પરના પ્રકાશ માટે પ્રિયના ચરણ પાસે બેસી પ્રિય મૂર્તિનું ધ્યાન ધરવા માટે તિવ્ર જીજ્ઞાસા ઉપન્ન થઈ; વિરહાગ્નિમાં ગોપી બળવા લાગી. સુખ, દુઃખ, માન, અપમાન, હર્ષ, શેક, આનંદ, પરિતાપ આદિ બંધના પાઠ શીખતે શીખતે માનવી પ્રભુને પહોંચે એવી કંઈક વિશ્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50