________________
સંભારું છું, ત્યારે ત્યારે હું શાંતિ રસમાં તરબોળ થાઉં છું, પરન્તુ પૂર્ણ શાંતિ કયાં છે ? હે પ્રિયજન ! મારા હૃદયના રેગના ગુપ્ત ઔષધને આપ સારી રીતે જાણે છે, ગુખનાદ કરો-બ્રહ્મનાદ કરે-મીઠી મધુરી વાંસળી વગાડે એટલે હું તમારી પાસે આવી પહોંચે. પરંતુ પ્રભુ શું તેમ સત્વર આવે તેમ હતા અને કદિ પણ સત્વર આવે છે ખરા ! માનવીને હૃદયમાં પિતાને માટે સંપૂર્ણ શ્રદ્ધા છે એવી જ્યારે પૂર્ણ ખાત્રી પ્રભુને થાય છે, ત્યારે જાતે આવે છે. દુર્યોધનના ભયથી ધ્રુજતી, સિંહ જેવા પરાક્રમી પણ વચનને ખાતર-સત્યને ખાતર મૃગલાં જેવા દેખાતા પાંચ પાંડવો પ્રતિ નજર કરતી, કેરવોની સભામાં સહાયને માટે પિકાર કરતી, દુશાસનથી જેનાં વસ્ત્ર તાણવામાં આવતાં હતાં તેવી નગ્ન થઈ જવાથી લજજા જશે તેવી ભીતિથી આંસુડાં પાડતી, પાંચાલી-પદસુતા-કૃષ્ણને પ્રભુએ જ્યારે સહાય કરી ? જ્યારે પાંચાલીની દઢ શ્રદ્ધા જોઈ, જ્યારે કૃષ્ણાને સહાય માટે અંતરને નાદ ગાજી રહ્યો, જ્યારે હુપદસુતાએ બીજા કાઈ પર પણ અડગ શ્રદ્ધા રાખી નહિ, પણ માત્ર કૃષ્ણ પર સર્વસ્વ મૂકી દીધું ત્યારે જ કૃષ્ણ સહાય થયા, ત્યારેજ દ્રપદીને વસ્ત્ર પૂરાં પાડ્યાં અને ત્યારેજ લજજા રહી. પ્રભુ સત્વર આવતાજ નથી. કુરૂક્ષેત્રમાં લડવાને તત્પર થયેલી અને સેનાઓની વચમાં ઉભા રહેલા રથમાં બેઠેલ અર્જુનને પ્રભુએ કયારે ખરી સહાય કરી-ક્યારે સત્ય જ્ઞાનનું દાન કર્યું–કયારે ગુપ્ત જ્ઞાનને પ્રજાને ખૂલે કરી દીધો? જ્યારે ગાંડીવધારીએ “વિષે તે રાશિ નાં ત્રો કપત્રા ”એ શબ્દો ઉચ્ચાર્યા, જ્યારે ગુડાકેશે શ્રીકૃષ્ણ પર સર્વ બાબતે મૂકી દીધી, જ્યારે તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક ત્યારે જ શ્રીકૃષ્ણ સહાય કરી. જ્યારે હૃદયને નાદ નીકળે છે, અંત: કરણને ધ્વનિ ગાજી ઉઠે છે, પ્રભુ પર સંપૂર્ણ શ્રદ્ધા થાય છે ત્યારે જ પ્રભુનાં દર્શન થાય છે. અરે! પ્રભુ પિતે પણ દેડ્યા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com