________________
રાસલીલાને ઉદેશ. અલખના તારમાં, ભક્તિની વીણામાં, માનવજાતિના શ્રેય માટે નિઃસ્વાર્થ કાર્ય કરવામાં, લીન થવાની આતુર જીજ્ઞાસા ધરાવનાર સંતે અને સાધ્વીઓ! શ્રીકૃષ્ણને રાસલીલા કરવાને ઉદ્દેશ કામને નાશ કરવાને અને વિશુદ્ધ દિવ્ય અખંડ પ્રેમ સ્થાપવાને હતા, અને જેમ સાધારણ માનવીઓ સમજે છે તેમ નહિ કે કામને પ્રદીપ્ત કરવાનું હતું. ઉપરથી સુંદર દેખાતા સુંદર ભવેત ચળકાટ મારતી ચામડીથી મઢેલાં પણ અંદર રક્ત, માંસ, હાડકાં આદિ દુર્ગધ પદાર્થોથી બનેલા દેહમાં, વિષય વાસનાના ગંદા ખાબોચીઆમાં શ્રીકૃષ્ણ ભગવાન ગોથાં ખાય તે બાબતજ કેટલી બધી અસંભવિત છે!!! વિશેષમાં એક નવલકિશોર બાળકને અનેક સુંદર યુવતીઓને જાર ઠરાવવો તે પણ કેટલું બધું મૂર્ખાઈ ભરેલું છે ! અફસ જેની આંખમાં કમળ હોય તે સર્વત્ર પીળું પીળું દેખે તેમાં શી નવાઈ! પવિત્ર બંધુઓ અને ભગિનીઓ ! આપણે ઉપર વાંચી ગયા તેમ શ્રીકૃષ્ણ અને ગોપીઓને સંબંધ-પ્રેમ, દેહને પ્રેમ નહોતા, નાશવંત વસ્તુ પર પ્રેમ નહોતો; (કારણ કે તેવા તે પ્રેમને પ્રેમ શબ્દજ ન અપાય તેને કામ કહેવાય, વિકાર કહેવાય, માત્ર અજ્ઞાની જને તેવા કામને પ્રેમ કહે છે.) પરંતુ તેઓને સંબંધ-પ્રેમ, આત્માને પ્રેમ હતો, દિવ્ય પ્રેમ હતો, સદાકાળ સર્વત્ર રહેનારી પવિત્ર અખંડ ઝળહળતી પ્રાતિ પરને પ્રેમ હતે, તેથી જ અને ગોપી કૃષ્ણમય બની ગઈ, આત્મા પરમાત્મામય બની ગયે, અખંડાનંદ પ્રાપ્ત થયો.
ઉપસંહાર પ્રિય વાંચનાર! સત્ય રીતે તે આટલા નાના લેખ માટે ઉપસંહારની આવશ્યક્તા રહેતી નથી. જે હૃદયમાં હતું તે વ્યક્તરૂપમાં કહેવાઈ શકાયું તેટલું લખ્યું છે. એક નાના બાળકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
બધ-પ્રેમ, નવા કામને કેમ કહેવાય. તિવા તે