Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt
View full book text
________________
ર૭ તરફ જોઈ કંઈ કાલાઘેલાં મીઠાં નેહના ઉચ્ચાર કરતી, ક્ષણમાં સાકાશ ભણી, ક્ષણમાં ચિત્ર ભણી નજર કરતી, ઉંડા નિ:શ્વાસ વાંખતી, ચંદની ચાંદનીને, અનિલની લહેરીને, પુષ્પના પમરાટને, સિતારના નાદને તુચ્છ ગણતી, માત્ર પતિનું જ સ્મરણ કરતી, પતિના મેળાપની આશા ત્યજી દીધેલી એવી તને એકાએક તારે પતિ આવી ભેટી પડે, તારા તરફ સ્નેહની દષ્ટિએ જુએ, ત્યારે તને કેટલો બધો આનંદ થાય ? તું સંસારને સ્વર્ગ ગણે, તું તારા ગૃહને વૈકુંઠધામ ગણે ખરી કે નહિ ? તું તેથી વિશેષ આનંદની ઈચ્છા રાખે ખરી કે ? બહેન ! તારે તે સમયને કેટલે બધે આનંદ હોય છે. હે ભાઈ! તું તારી પ્રેમાળ સ્ત્રીથી વિખૂટો પડેલે હય, તારાં માતપિતાની લજજા ત્યજી દઈને તારા વાંચન ગૃહમાં પડેલી તારી પત્નીની છબી તરફ જોઈ તારા નયનમાંથી ચોધાર આંસુડાં ખરતાં હોય, કાન્તાની પ્રત્યેક વસ્તુ જોઈ તારું હૃદય ભરાઈ આવતું હોય, ગાંડાની પેઠે-ઉન્મત્તની પેઠે પક્ષીને, વાદળાને, પશુને, દેવને, ખુરશીને, કલમને તારી વહાલુડી ઘેલડીને માટે તું પુછતો હોય તેવે વખતે તારી નેહમૂર્તિ-તારી પ્રેમપ્રતિમા નૂપુર રણકારો કરતી, પગલે પગલે કામને–વિષય વાસનાને ટેનું મારતી અને શુદ્ધ સ્નેહના કળશ ઢળતી, પ્રેમના ગુલાબ ખેરવતી, છાનીમાની આવી તારી પાછળ ઉભી રહી તારા નયનને દાબી દે, તારા કર્ણમાં કંઈક હાસ્યોત્પાદક નાદ કરે ત્યારે તું આનંદગિરિના કેટલા બધા ઉંચા શિખર પર ચડી જાય છે, તારા હદયઉદધિમાં આનંદની કેટલી બધી છોળો થઈ રહે છે. એ બહેન! ઓ બાંધવ! આ પ્રેમીલા દંપતીઓ! તમારે તેવા સમયને આનંદ યાદ કરે, એટલે તમને–આત્માના આનદની કંઈક ઝાંખી થશે ખરી. તે દેહને આનંદ લેતા નથી પણ આત્માને આનંદ હોય છે.
વે નાદ. અન્ત રાત્સવનો આરંભ થયો; શ્રીકૃષ્ણ ગોપીનું મનરંજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50