________________
૨૮
કરનારી મેરલીને નાદ કર્યો, વેણુનાદની શી અલૌકિક અસર થઈ? સરિતાને જળ સ્થંભી ગયાં, વૃક્ષપરના પાંદડાઓ જાણે કઈ ધ્યાનપૂર્વક શ્રવણ કરવા લાગ્યાંઅનિલ લહેરીઓ પર ઝુકત ચુક્તો બંધ થયો અને મેરલી નાદ સાંભળવા લાગ્યા; ગાયેએ ચરવું છોડી દીધું; વાછરડાંઓએ ધાવવું છેડી દીધું; પર્વતના શંગો ડેલવા લાગ્યા, કોયલડીએ પિતાને મીઠે ટૌકાર બંધ કર્યો; બુલબુલે પિતાનું સંગીત ત્યજી દીધું; આખું વિશ્વ આનંદસાગરમાં ડોલવા લાગ્યું ગેપી જડ જેવી કેરી કાઢેલી પુતળી સમાન બની ગઈ અને તેને આત્મા કૃષ્ણનું દિવ્ય દર્શન કરતાં ધરાણો નહિ; ટુંકામાં શ્રીકૃષ્ણચંદ્રના વેણુનાદની એટલી બધી અલૈકિક અસર થઈ કે જડે ચૈતન્યનું રૂપ ધારણ કર્યું. અહાહા! તે મધુરી બંસીમાં ગવાતા વેદમંત્રને, તેમાંથી નીકળતા જ સ ના મધુરા નાદને, ગવાતા કામ બીજ મંત્રને, ગોપી જેવા પવિત્ર આત્મા, ભક્તિરસમાં તરબોળ થએલા આત્મા,
શ્ચર: સમૂતાનાં અર્જુન કિસિ” ને સંપૂર્ણ અનુભવ થયે છે એ જ્ઞાની આત્મા, શ્રીકૃષ્ણને ખાતર સર્વ કર્મમાં પ્રવૃત્ત થનાર કર્મયોગી આત્મા સિવાય, કેણુ સમજી શકે ! અહાહા !!! તે સમયને હર્ષ, આનંદ, મીઠાશ, મધુરતા, દિવ્યતા, અખંડ શાંતિને કઈ કલમ વર્ણવી શકે! માત્ર શ્રીમલાગવના રચનાર મહાન વેદવ્યાસ જ વર્ણવી શકે. તે પવિત્ર રાષિએ લખેલું રાસલીલાનું વર્ણન વાંચનારે શ્રીમદ્ ભાગવત્માંથી વાંચી લેવું અને જનસમૂહના વિચારે જે કંઈ સમજાવે તેને એક બાજુએ મૂકી પિતાનું હૃદય પોતાની નિર્મળ બુદ્ધિ (Intuition) જે સમજાવે, જે પ્રકાશ પાડે તે પકડી લે; કારણ કે રાસલીલાનું વર્ણન અને ત્યારપછી ગેપીથી ગવાયેલું યુગલગીત, એ બંનેને ગૂઢ અર્થ શું છે તે લખવું તે શક્તિની બહારનું કાર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com