________________
૨૦ અલોકિક રચના છે; અગર જેકે સુખ, દુઃખ, માન, અપમાન, હર્ષ, શેક, આનંદ, પરિતાપ એ એકજ વસ્તુની બે બાજુ છે, ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. એ એક્યનું જ્યારે ભાન થાય ત્યારે જ માનવી સત્વર પ્રભુના રસ્તાપર આગળ પ્રયાણ કરે; અને ત્યાં સુધી અજ્ઞાન અંધકારમાં ગોથાં ખાધાં કરે, અનેક ભૂલે કરતે રહે. “શ્રીકૃષ્ણ–પરમાત્મા પ્રતિનું મારે માન કેવું કે અપમાન કેવું ?” એ વિચાર હવે ગેપી-જીવના હૃદયમાં ઉપસ્થિત થયેલ અને તેની ચિત્તભૂમિપર હવે સત્યજ્ઞાનનો પ્રકાશ પડવાની તૈયારી થવા લાગી.
હૃદયસંગીત, સુવર્ણ ઉત્તમ પ્રકારનું છે કે નહિ તે માટે તેને અગ્નિમાં નાંખવામાં આવે છે; હીરે ઉત્તમ પ્રકારને છે કે નહિ તે માટે તેની ચિકિત્સા કુશળ ઝવેરી પાસે કરાવવી પડે છે; ચંદન સારૂં છે યા ખરાબ છે તે જોવા માટે તેને ઘસવું પડે છે; કેઈપણ વસ્તુ તેવી ઉત્તમ પ્રકારની છે કે નહિ તે નિશ્ચય કરવા ચિકિત્સાપરીક્ષા કરવાની આવશ્યકતા છે. ગોપીને પ્રેમ, શુદ્ધ, સાત્વિક, ઉત્કૃષ્ટ પ્રકારને છે કે નહિ તે જોવા માટે તેને વિરહાનલમાં નાંખી દેવામાં આવી, આત્માને આત્મતિ માટે ખરેખરી પૂન મચી રહી છે કે નહિ તે માટે માયાની ભઠ્ઠીપર નાખવામાં આવ્યે; પરન્તુ ગેપી કૃષ્ણને વિસરી ગઈ નહિ, આત્મા
જ્યોતિને વિસરી ગયા નહિ. એક સમયના મિષ્ટ ફળને ઉત્તમ સ્વાદ, મને રંજક સંગીતને દિવ્ય નાદ, રંગબેરંગી ચિત્રનું શુભ દર્શન, નાજુક કેમળ પુષ્પને સુગંધમય પમરાટ કે પ્રિય જનનું હૃદયપૂર્વકનું ભેટવું તે પણ કદિ વિસરાતું નથી તે ગેપી કૃષ્ણને આનંદ વિસરી જાય, આત્માના સ્મરણપટ પરથી અતિ દૂર થાય તે કેમ બને ? એક સમયની લાગી ગયેલી લગની તાલાવેલીનો આનંદ તે કેમ વિસરાય? વિરહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com