________________
૧૭.
ત્યજી દીધા, અનેક મુશીબતે વેડી, કામ, ક્રોધ, અનેક આંતર રિપુઓને સંહારવામાં અનેક પ્રકારની મુંઝવણે વેઠી, તે આત્મ
ચેતિ જ્યારે પ્રકાશ આપી આત્માને પુનઃ અંધકારમાં છડી દે ત્યારે આત્માને ગ્લાનિ થાય જ. ગોપી કનયાના નામને પોકાર કરતી કરતી ઘેલી થયેલી તે વૃક્ષને, નદીને, મૃગબાળને, લતાને, યશોદાનંદન માટે પૂછતી :પૂછતી વનમાં ફરવા લાગી; ભગવાનના માર્ગને શોધતી ગોપીએ ભગવાનનાં પગલાને કે સ્ત્રીનાં પગલાંની સાથે સેળભેળ થયેલાં દીઠાં તે જોઈ ગેપી આતુર થઈ બોલી ઉઠી કે, અરેરે ! ગોવિંદ ભગવાન મારે ત્યાગ કરીને તે ગેપીને લઈ એકાંતમાં ગયા છે, આ ગેપીએ ભગવાન શ્રીહરિની ખરેખર આરાધના કરેલી હોવી જોઈએ. “શ્રી કૃષ્ણ ભગવાન પિતાથી જ પ્રસન્ન થનારા પોતાના વિષે રમનારા અને સ્ત્રીઓથી લલચાય નહિ તેવા હતા. તોપણ કામી પુરુષોની દીનતા દર્શાવવા માટે તે સ્ત્રીની સાથે રમતા હતા. ભગવાન જેને એકાંતમાં લઈ ગયા હતા તે ગેપી બીજી પીઓ કામનાવાળી છતાં પણ તેઓને ત્યાગ કરીને “આ પ્રિય કૃષ્ણ મને અનુકૂળ રહે છે,” એ વિચાર કરીને તે સર્વ સ્ત્રીઓમાં પોતાને ઉત્તમ માનવા લાગી. પછી વનપ્રદેશમાં આગળ જઈને તે ગર્વિષ્ટ સ્ત્રીએ શ્રીકૃષ્ણને કહ્યું, “હું ચાલી શક્તિ નથી. જ્યાં આગળ તમારી રૂચિ હોય ત્યાં મને લઈ જાઓ.” આ પ્રમાણે કહ્યું એટલે શ્રી કૃષ્ણ તે પ્રિયાને કહ્યું કે, “મારા ખભા ઉપર બેસ.” પછી સ્ત્રી જેવી શ્રીકૃષ્ણના ખભા ઉપર બેસવા ગઈ કે શ્રીકૃષ્ણ અંતર્યાન થઈ ગયા અને પેલી ગોપી મનમાં પશ્ચાતાપ કરવા મંડી. “હે નાથ! હે રમણ ! હે પ્રિય! હે મહાભુજાવાળા! તમે ક્યાં છે? હે સખા! તમારી આ રાંક દાસીને સમીપમાં દર્શન આપે.” એટલામાં ભગવાનના માર્ગની શોધ કરતી પેલી ગોપીઓ વનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com