Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 18
________________ એક માનવા લાગે આત્માના અહંભાવને નાશ થાય અને તેને શીખવી રહેલે એક ઉત્તમ પાઠ શીખે, તેવા શુભ આશચથી પરમાત્મા પણ અંતર્ધાન થઈ ગયા-પ્રકાશવા માંડેલી આત્મચેતિ બંધ પડી ગઈ, અદશ્ય થઈ ગઈ; અને ગોપીની જેમ આત્મા પણ એકલે થઈ રહ્યો. અધ્યાત્મજ્ઞાનની તૃષાથી પીડાતા જીજ્ઞાસુઓ ! શ્રી કૃષ્ણ પ્રેમની ઝાંખી કરવાની લાલસા ધરાવનારા સન્તો અને સાધ્વીઓ! ગેપી પૂર્ણ રીતે કૃષ્ણમય બની જાય, આત્મા સંપૂર્ણ રીતે પરમાત્મ સ્વરૂપ બની જાય, તે પહેલાં આ પ્રકારની ચિકિ સાની, પરીક્ષાની આવશ્યકતા રહે છે. વેત મંદિરના પુજારીઓ (Brothers of the White Lodge) કહે છે કે પ્રત્યેક દિક્ષા (Initiation) લીધેલા સન્ત વા સાધ્વીનું (પવિત્ર મંદિરમાં આવે તે પહેલાં, વિશ્વમૂર્તિની ઝાંખી થાય તે પહેલાં ) ત્રિલેકીનું બંધન તોડવા માટે, મોક્ષને માર્ગ ખુલ્લે થાય તે માટે, ઉચ્ચ પદ પ્રાપ્ત થાય તે માટે, “આત્મવત્ સર્વ ભૂતેષુ”નું યથાર્થ જ્ઞાન, અનુલવ સહિત થાય તે પહેલાં, દિક્ષિતની ચિકિત્સા થાય છે, પરીક્ષા લેવાય છે. જે તે પરીક્ષામાં વિજયી. નીવડે તે તેને માટે વિશ્વમંદિરનાં દ્વાર ખુલ્લાં થાય, મેલપ્રાપ્તિનો માર્ગ સરળ બને, ઉચ્ચપદ પ્રાપ્ત કરે, ત્રિલોકીનું બંધન ટે, જન્મ મરણના ચકાવામાં ગોથાં મારવાનું બંધ થાય અને વિશ્વના સર્જનહાર સાથે એકતાર થવાય, પ્રભુમય થવાય. જીવની સેટી. મહાન ઋષિ મુનિનાં સંતાનો! આત્મા માટે તે સમય કેવી કટોકટીને છે તેનું વર્ણન શી રીતે થાય! તેલ કટોકટીના સમયમાં અનેક આત્માઓ નિષ્ફળ નીવડ્યા છે; આત્મશોધન ત્યજી દીધું છે; યોગભ્રષ્ટ થયા છે; નિર્બળતાને લીધે પુનઃસંસારમાં ગાથાં ખાવા લાગ્યા છે. આ પરીક્ષા કેટલી બધી દુસ્તર છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50