________________
વિચાર કરે છે, પણ ઉદ્ભુ, તે ઈચ્છા રાખે છે, પણ શુભ; તે કર્મ કરે છે, પણ સારાં પિતાનાં કર્મ, ઈચ્છા અને વિચારનું શું પરિણામ આવશે તેની તેને દરકાર રહેતી નથી; માત્ર કર્મ કરવાં જોઈએ તે માટે તે કર્મ કરે છે, પણ તેનાં પરિણામ-કુળ માટે તે બંધાતું નથી. તે સર્વ શ્રીકૃષ્ણાર્પણ કરે છે. તેની ઈચ્છા અહિંયા રહેવાની નથી. પુનઃ તાતના ભુવનમાં–પવિત્ર પિતાના ગૃહ તરફ જવાની તેની ઈચ્છા છે, પ્રભુને પિકાર પાડી બોલાવે છે, એટલે તાત-પિતા-પ્રભુ-કૃષ્ણ બંસી નાદ કરે છેવેણુગીત લલકારે છે-આત્મધ્વનિ થાય છે. ગેપી-છવ ગાડે ગાંડ બની જાય છે, પ્રભુને-શ્રીકૃષ્ણને મળવા ગોપી ગૃહકાર્ય ત્યજી દે છે અને ઘેલી ઘેલી બની રાધા રમણને મળવા વનમાં દેડી જાય છે...જીવ બાદ ક્રિયાઓ ત્યજી દે છે અને ઘેલો ઘેલે બની પ્રકૃતિના પતિને, પરમાત્માને શોધવા હદય વનમાં નીકળી પડે છે. હાલા ભક્તજનો! કૃષ્ણ નામપર વારી જનારા રસીલાઓ ! પરમાત્મામાં લીન થઈ જવાની જીવની વૃત્તિની આ સ્થિતિ તે રાસકીડાના પ્રારંભની સ્થિતિ છે. શ્રીકૃષ્ણના જન્મ પતિથી રાસક્રીડાના પ્રારંભ તથા સમયની સ્થિતિ તે, જીવના પ્રવૃત્તિ માર્ગને ત્યજી દઈ આત્મશાધન માટેના પ્રયાસની સ્થિતિ છે. આત્મશોધન કરવામાં કેટલી કેટલી મુશીબતે વેઠવી પડે છે, કેવા કેવા માઠા પ્રસંગે આવે છે તેનું જે વર્ણન કરવા જઈએ અને શ્રીકૃષ્ણની બાળકીડાના પ્રસંગે-પૂતનાવ, અઘાસુર, બકાસુર આદિ અસુરના વધ, ગોવર્ધનનું તળવું, વાહરણ આદિનું વર્ણન કરી તેના આધ્યાત્મિક રહસ્ય સાથે તેને સુકાબલે કરતાં જઈએ તે રાસક્રીડામાં રહેલું સર્વ આધ્યાત્મિક રહસ્ય સહજ સમજાઈ જાય પણ લેખ અત્યન્ત લાંબો થઈ જાય અને પ્રસ્તુત વિષયને ત્યજી દઈ આડે રસ્તે દોરવાઈ જવાય તેટલા માટે તે બાબતને પડતી મૂકી દઈએ અને રાસકીડાની બાબત પર વિચાર કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com