________________
જીઓ ન હતી, પણ ઝુિનિના અવતારરૂપ હતી. તેઓના શ્રેમ અને શંગાર સાધારણ ન હતો; પણું ઉત્કૃષ્ટ હતું. એ બધું એ આપણે કંઈક સમજીએસ્થળ દષ્ટિથી જોવું ત્યજી દઈ સૂક્ષ્મ દષ્ટિથી તપાસીએ-તે રેડ અંશે આપણે રાસલીલાની દિવ્ય ખૂબી સમજી શકીએ. - પ્રિય જીજ્ઞાસુ બધુઓ અને ભગિનીઓ! આપણે ઉપર વાંચી ગયા કે, પ્રત્યેક ગોપી કઈ મહાન ઋષિ-મુનિના અવતારરૂપ હતી, શ્રીકૃષ્ણ પિતે પરમાત્મ સ્વરૂપ હતા, અને તેઓના શૃંગારરસ-પ્રેમરસ–ઉજવળરસ તે સાધારણુ–પાર્થિવરસ ન હતા, પરંતુ કઈ દિવ્ય અલોકિકરસ હતો. રાસલીલામાં આધ્યાત્મિક અર્થ શું સમાએલે છે તે જોવા હવે જે આપણે પ્રયત્ન કરીશું તે કંઈક સમજણ પડશે ખરી. અગર જો કે સ્વાનુભવ વિના તે પ્રકાશ કેટલે બધો ઝળહળતા અને સુખદાયી હોય તે કહી શકાય તેમ નથી; માત્ર કલ્પનાના બળવડે બુદ્ધિ જે કંઈ યત્કિંચિત્ ગ્રહણ કરી શકે તેટલું જ પ્રાપ્ત કરી શકાશે.
આત્મા અને પરમાત્મા. ગોપી તે આત્મા છે, શ્રીકૃષ્ણ પરમાત્મા છે. આત્મા, પરમાત્મામાં કેવી રીતે લીન થઈ જાય છે; જીવ જીવપણું ત્યજી દઈ શીવ કેવી રીતે બને છે, દ્વૈતભાવને ત્યજી દઈ અદ્રેતાનંદને અલભ્ય લાભ શી રીતે લઈ શકાય છે, ગોપી કૃષ્ણમય કેવી રીતે બની જાય છે તે બધું રાસલીલામાં છે. આત્મા સત્યપરથી, પરમાત્મામાંથી વિશ્વને અનુભવ લેવાને જૂદે પડે છે, તે તપલેક, જનક, મહર્લોક, સ્વર્ગાક, ભૂવર્લોકમાંથી પસાર થઈ, તેમાંના અનેક અનુભવોને મેળવતે મેળવતે, પોતાના વેતન્યરૂપ પ્રકાશને અનેક ભૂમિકાઓના પદાર્થોના રસમાં લુબ્ધ થવા દઈ, તે ભોંકપર આવે છે. આ લેકપર તે વિશ્વમાંના પ્રત્યેક પ્રકારને અનુભવ લેવા માટે જડ તેમજ વનસ્પતિ આદિ પદાર્થોમાં ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com