Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 13
________________ વિદ્યમાન હોય, તે પણ જે સર્વ રીતે નાશ રહીત છે, એટલે કે પણ રીતે જેનો નાશ થતો નથી, એવા યુવક-યુવતિના સરળ ભાવને પ્રેમ કહે છે; એટલે કે પ્રિયજનનું રૂપ નાશ પામ્યું હોય, ગુણ નાશ પામ્યા હોય, આદરસત્કાર નાશ પામ્યા હેય, પ્રિયજનનું હદય બીજા માટે હેય, તે સેંકડે દોષથી ભરેલો હોય, તે પણ જે પ્રેમ નાશ પામતે નથી, તે જ ખરેખર પ્રેમ છે, જેનાથી ચિત્ત સંપૂર્ણ સ્નેહમય થાય છે, અને પ્રિયપાત્ર ઉપર અતિશય મમતા ઉત્પન્ન થાય છે, તે ગાઢ ભાવને જ પંડિતે પ્રેમ કહે છે. કામ અને પ્રેમ એ બન્નેને સંબંધ છે, એ બન્ને એક બીજાની પાસે રહે છે, પણ કામનું ખેંચાણ કામને નીશે થોડીવારજ સ્થિર રહે છે. તે ક્ષણની રમત છે. રૂપને નીશે ઉતર્યો, ઇંદ્રિયે પરિતૃપ્ત થઈ, પ્રિયજનને અનાદર થયે એટલે તે ખેંચાણું જતું રહે છે. લોઢા અને સેનામાં જેટલો ભેદ છે તેટલો ભેદ કામ અને પ્રેમમાં છે. પિતાના સુખની ઇચ્છા તે કામ, અને ઈશ્વરની પ્રીતિની ઈચ્છા તે પ્રેમ. પિતાના સુખમાં તત્પરતાને ભાવ તે કામ અને ઈશ્વરી સુખમાં તત્પરતાને ભાવ તે પ્રેમ. કામ આંધળો છે; પ્રેમ પવિત્ર સૂર્ય છે. ગોપી પ્રેમ પણ તેવો જ છે ગોપીઓના શુદ્ધ પ્રેમનું નામ કામ હોવા છતાં પણ તે ખરેખરે કામ નથી, પણ માત્ર વિશુદ્ધ પ્રેમ જ છે, ગોપીઓ પિતાના સુખને માટે કાંઈપણ કરતી ન હતી, કૃષ્ણનું મુખ એજ તેમનું લક્ષ્ય અને આનંદ હતે. કૃષ્ણને સર્વ અર્પણ કર્યું હતું, ગોપીહદયને એ ભાવ જીવનને ઉન્નત ધર્મ છે.” - જે ગોપીભાવની આપણને ઝાંખી થાય તો આપણે રાસલીલાનું તત્ત્વ કંઈક સમજી શકીએ. પરમ ભક્ત નરસિંહ મહેતાજીએ પણ પોતાના એક ભજનમાં ગાયું છે કે “નર અન્ય નારી રૂપ;” એટલે કે કોઈપણ જે નારીભાવ-બોપીભાવ મારણ કરે તેજ તેને કહ્યું છે. આવી રીતે ગોપીઓ સાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50