Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 7
________________ છે અને શુદ્ધ, નિર્દોષ તથા સાત્વિક પ્રેમની ભિક્ષા માગે છે, નહિ કે ગેપીકાને અગ્ય આચરણમાં દેરે છે. પાંચમી દલીલ એ છે કે જે મહાન પુરૂષે પિતાના પૂર્વ અવતારમાં-રામાવતારમાં એક પત્નીવૃત્તને ઉપદેશ કર્યો હતો તે જ મહાન પુરૂષ અન્ય સમયે તેથી વિચિત્ર ઉપદેશ કરે, પરસ્ત્રીઓને અનીતિ તરફ દેરે તે કેટલું અસંભવિત છે! અંતીમ દલીલ એ છે કે પૃથ્વી પરના જીવન દરમિયાન શ્રીકૃષ્ણના અનેક કટ્ટા રિપુઓ હતા જેઓએ તેના ઉપર ગાળોને વરસાદ વરસાવ્યો હતો, જેઓએ તેના પર અનેક આરોપ મૂક્યા હતા, તેવા તેવા કટ્ટા વૈરી જનેમાંના કેઈએ પણ પરસ્ત્રી સાથેના અનીતિવાન સંબન્ધ-વ્યભિચાર–માટે તેના પર દેષ મૂક્યું નથી. રાજસૂય યજ્ઞમાં પૂજ્ય ભીષ્મપિતામહની આજ્ઞાનુસાર, સભામાં વિરાજેલ સર્વ જનેમાં શ્રેષ્ઠ અને પૂજનીય એવા શ્રીકૃષ્ણનું પૂજન જ્યારે યુધિષ્ઠિરે કર્યું ત્યારે શિશુપાલે (તેના કટ્ટા દુશ્મન ) શ્રીકૃષ્ણને અશ્લીલ શબ્દો કહેવામાં કંઈ કચાશ રાખી નહતી. પરંતુ તે સંબંધને તેના જેવા કટ્ટા વૈરીએ પણ તેના પર પરદારાગમનને આરોપ મૂક્યો નથી. ગોપીઓ સાથેના તેના સંબંધને તેના શત્રુએ તિરસ્કાર ન કર્યો તે વિચિત્ર વાત છે! જે કદાચ તે બાબત બની હેત તે શત્રુઓએ તેના પર તે આક્ષેપ વિશે કરીને મૂક્યો હોત. દિલગીરીની બાબત એ છે કે શત્રુઓએ જે બાબતને આરોપ ન મૂક્યા, તે બાબત, જે દેશમાં શ્રીકૃષ્ણ અવતાર લઈ, તે દ્વારા આખી પૃથ્વીનું હિત કર્યું તેજ દેશના લકાએ તેના પર આવો ગંભીર આરોપ મૂક્યો અને તેના આદર્શ જીવનને અસત્ય રીતે કલંકિત માની લીધું એ કેટલું સત્ય છે તે વિચારે. કલંક મૂકનાર અજ્ઞાની જન! તને વિશેષ શું કહું? વિશેષ દલીલો શી આપવી? જેની આંખમાં કમળ હોય તે સર્વત્ર પીળું પીળું દેખે છે. જે અપવિત્ર છે તેને સર્વત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50