________________
શ્રી સહજાત્મ સ્વરૂપ
શુદ્ધ ચૈતન્ય સવામી શ્રીમદ્ શ્રી રાજચંદ્રદેવને નમોનમઃ
મંગલદાયિની
શ્રી જિનવાણીને નમસ્કાર સહ ત્રિકરણયોગે
શિરસાવધ હો! “જ્ઞાન, દર્શન,ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય (ભાવાચાર્ય) ભગવાનને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત, શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન (શ્રુત રસિયા), શંકાશલ્ય દૂર કરનાર, અભિપ્રાયની ભ્રાંતિને હરનાર શ્રુતદાયકને અંતરના બહુમાનથી નમસ્કાર હો ! નમસ્કાર કરું છું !”
“તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર.”