Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
જ્યસેનકુમારે પિતાની બેનને પહેરવા માટે પરમ હેતેં કરી મૂક્યા છે. તે બાજુબંધ અમે ગત દિવસે બેનને આપ્યા. એવાં યથાર્થ વચન તે સેવક પુરૂષનાં સાંભળી શંખરાજા તુરત મુછ પામી સિંહાસનથી હેઠે પડયે. ત્યારે મંત્રીશ્વર, રાજપુરૂષ વગેરે સર્વેએ હહારવ શબ્દ કીધે. શીતલવાયું વીંઝીને રાજાને સચેતન દીધે. એટલે હાય હાય કરી હાથ ઘસી દાંત પીસી તે રાજા કહે છે. હાય! મેં તુચ્છપણે, અવિચાર્યું, વિપરીત કામ કર્યું! અહે " મારું અજ્ઞામચેષ્ટિત ! અહા ! હું નિર્ભાગ્યશિરામણી ' મિત્ર અને ભાર્યાદિક સંપદાને અગ્ય એ હું છું. એમ વિચારતે, રાજા મુચ્છ પાયે, પછી પ્રધાને શીતલ વાયુ નાંખી સચેતન કર્યો. - ત્યાર પછી સભાના લેકેએ અને પ્રધાન પુરૂએ રાજાને પૂછ્યું, હે પ્રભુ ! આજ તમને અકાલે આટલું દુખ થવાનું શું કારણ છે? ત્યારે મંત્રી પ્રત્યે રાજા કહે છે, હે મંત્રિ! હું નામે તે શંખ છું, મીઠા બેલે છું, બહાર દેખીતે ઉજજવલ, પણ અંતરંગે કુટિa છું. હૈયામાં આમતે આટલું ઘણું છે એ હું કુટિલ શંખ છું યતા હકિરેનસન મૃદુતા રવરે જનવિતા તવ શંખ માદધેવિશદતા વચનસ્ય ગોચરે, કુટિલતા તવ તત્વ હદયે કથમ nu અર્થ – શંખ, તું હરિના હદયમાં વસે છે, મુખે મીઠે છે, સમુદ્ર માંથી નીપજ્યો છે. બહાર ઉજળો છે. તે તારા હૃદયમાં કુટિલતા કેમ છે? હે મંત્રીશ! વિજય રાજાનું હેત, જયસેનકુમારનું મિત્રોઈપણું, કલાવતીને ને, મારા કુલનું નિર્મલપણું તે સર્વ મેં હર્યું. પિતાના સંતાનનું છેદવું, એવું મેં અવિચાર્યું કામ કીધું. નિષ્કલંક નિર્દોષ એવી કલાવતી રાણી ગર્ભવતી, નજીક પુત્રને પ્રસવનારી, તેને વનમાં મૂકાવી ધડથી બે બહુ કપાવીને મારી નાંખી. તે પાપ સંતાપે બળતે એ આ મહારે આત્મા તેને હવે હું રાખી શકો નથી. માટે અગ્નિની ચિતા રચી તેમાં શરીર હમીને નિષ્પાપી થાઉં. સ્ત્રીહત્યાનાં પાપથી છૂટુ. એવી વિષરૂપ વાણી રાજાની સાભળી પ્રધાન પુરૂષાદિ સર્વ પરિવાર એક બીજાના મુખ સામું જોઈ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. અંત:પુરમાં રહેલી સ્ત્રિઓ પણ કેહેવા લાગી કે, હે રાજા, આર્ય પુત્ર, એવું અવિચાર્યું. ચંડાલ કર્મ જે હત્યા તથા બાલહત્યાનું કર્મ તે કેમ કીધુ. છેવટે દાસ દાસીનું, દત્તકુમાર તથા વિજયરાજાના સેવક અને નગરના સઘળાં નર નારી લેક કહે છે કે, હાય હાય ! એ વિષમ અઘોર પાપ કર્મ રાજાએ શુ કીધું ? એમ કહી સર્વે નરનારી રુદન કરે છે. નગરના લેક રાજાનો વાંક કાઢે છે. નગરમાં પણ સોને રોકાતુર જોઈને રાજા બમણે દુઃખી થયે પ્રધાનને કહે છે. હવે શું ઢીલ કરે છે? ચિંતા રચવે કે, તેમાં હું મારું શરીર હેમી નિપાપી થાઉં.
એવું સાંભળી પ્રધાન પુરૂષ, અંતેકર, મિત્ર અને સજ્જન વગેરે સર્વ મલી વિનંતિ કરે છે કે, હે રાજન ! તમે બાલકની પેઠે ખતઉપરે ખાર કેમ મુકો છો ? હે, રાજેન્દ્ર! તમે બુદ્ધિના સમુદ્ર છતા એટલે મોટે. દોષ લાગે. એ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ તમને