Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
માટે ધિક પડે વિધાત્રાને કે જેણે આવું કર્યું ! જે કાર્ય હોય ત્યાં સુધી રાજ કરે છે, અને કાર્ય સરે ત્યારે દુર્જનની પેઠે દુઃખદાયી થાય છે, એ કારમે નેડ જેમને છે તે દયાહીન પુરૂષને ધિક્કાર છે જે
એમ કહીને પછી ધર્મભાવના કરવા લાગી. જેમના મનરૂપી ઘરમાં કામરૂપી પિશાચ વસતું નથી. એટલે જેમણે મનમાથી કામને કાઢી નાખે છે, તથા બાળપણથી જે શિયલ વ્રત પાલતી હશે, તે સાવીને મારે નમસ્કાર હોજો. જે હું કુંવારી થકી જ સાધ્વી થઈ હેત તે આવડું દુઃખ ન પામત. એમ પિતે રૂદન કરતી વનના જીવને રૂદન કરાવે છે.
એવા સમયે તેને કઈ તાપસે દીઠી. પૂર્વ પુણ્યદયે કરી તે તાપસ કલાવતી પાસે આવ્યું. તેને જોઈ તાપસ વિચારે છે કે, એ સ્વર્ગની દેવાંગના છે, કિંવા વિદ્યાધરી છે, કિંવા કિનારી છે. એમ ઘણીવાર વિચારીને પોતાના કુલપતિને કહ્યું. ત્યારે કુલપતિએ કહ્યું, એ ખાઈને કેઈ હિંસક નિર્દય જીવ મારશે. દુઃખીને સંત શરણ છે, માટે તેને તેડી આવે, એવું સાંભળી તે તાપસ તેને તેડવા ગયે. તેણે તે કલાવતીને તપોવનમાં લાવી. ત્યારે કલાવતી કુલપતિને પગે લાગી. કુલપતિએ કુશલવૃત્તાંત પૂછયું. ત્યારે પોતાનું દુઃખ સંભારીને તે કલાવતી રેવા લાગી પછી કુલપતિએ સુધાસમાન મધુરી વાણીએ કલાવતીને આસના વાસના કીધી. તેણે કહ્યું, હે બાઈ દુઃખ સુખ તે પુણ્ય પાપનાં ફલ છે. તે પુણ્ય પાપ પિતાનાં ઉપાજ્ય તેવા ઉદયે આવે. એવું જાણી ખેદ તજે, હર્ષ આણે, હૃદયે સમતા રાખે. હે બાઈ તારૂં શરીર લક્ષણવંત છે, વદન ગંભીર છે, દષ્ટિ સૌમ્ય છે, તે લક્ષણે અમે એમ જાણીએ છીએ જે અવશ્ય તું કેઈ, કુલવંત, ભાગ્યવતની પુત્રી, કલ્યાણનું. ભાજન છે. હવે તું ધીરપણું અવલંબીને એ બાલકને પલ, તાપસને ત્યાં તાપસીએને, આશ્રમ, છે ત્યાં જઈને, તાપસણું પાસે રહે. જેથી તારા જીંવનું કલ્યાણ થશે. ત્યારે કલાવતીએ ખ્યાની આશા જાણી તેનું કહ્યું માની ત્યાંથી ઉઠી તાપસાશ્રમે તાપસણીઓ પાસે ત્યાં રહી સુખેથી ધર્મ કરતી જીવન પ્રસાર કરે છે. - હવે પાછળ શું થયું તે કહે છે. તે ચંડાલણીએ, આભરણે સહિત લેહ ભરીકલાવતીની બે બહુ રાજાને દેખાડી તે જોતાં આજુબંધમાં સેનકુમારનું નામ દીધું, ત્યારે શખર મહા ખેદ પામ્યું. તેને નિશ્ચય કરવાને રાજાએ દત્તકુમારને પૂછ્યું, જે દેવશાલ પુરથી કેણ આવ્યું છે? ત્યારે દત્તકુમારે કહ્યું, કે, માણસ આવ્યાં છે. તે મારા ઘર મળે રહ્યા છે તે કલાવતીને તેડવા આવ્યા છે, તે ઉત્તમપુરૂષ છે પણ બાઈને પૂર્ણ ગર્ભ માસ થયા જાણે તેને તેડી જવાને અવસર નથી. એવુ જાણી તમને મળ્યા નહિ. બીજું તમે પણ આજ સભાએ બેઠા નહેતા પ્રભાત કાલે ઉદ્યાને વનકડા ભણી ગયા હતા. માટે તે તમારે મુજ હવે આવશે. એ વાત સાંભળી તે પુરૂષને રાજાએ તેડીને પૂછ્યું કે, એ અંગદ બેરખમણિરત્નના જડાવ સુંદરકારે કેણે મૂકયા છે એવું સાંભળી તે પુરૂષ બયા, હે રાજન !