Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
છે
એકવીશ ભવને સ્નેહસંબંધ નિકળે. એક એક નવીન શહેરને જોતાં અમે દેવશાલ દેશની લગભગ પહોંચી ગયા. ઘોડેસ્વાર થયેલા હું અમારા સાર્થની આગળ ચાલ ને માર્ગનું શેાધન કરતો હતો. એક સમયે સાર્થની આગળ ચાલતા મેં દૂરથી એક છેડે સ્વારને જમીન ઉપર પડેલ જે, કંઇક સંભ્રમથી હું તેની પાસે આવ્યું તો એક નવજવાન સ્વરૂપવાન અસ્વાર માર્ગમાં મૃત્યુને ભેટવાને તૈયારી કરતો મુચ્છિત સ્થિતિમાં પડેલો જે, એને અશ્વ નજીકમાં મરણ પામેલે પડેલ હતો, તરતજ અશ્વ ઉપરથી ઉતરી હુએ નવજવાન પાસે ગયો કંઇક આશા જેવું જણાતાં મેં જલસિંચન કર્યું, બીજી સારવાર કરી. મારી શુશ્રુષાથી નવચેતન પામેલે એ જવાન ભાનમાં આવ્યે-સાવધ થયે, સાવધાન થઈ બેઠે થયો, મેં એ શું પુરૂષને પૂછયું: હે સુંદર! તમે કોણ છે ? આવા કષ્ટને તમે શી રીતે પામ્યા - , - “હે પરોપકારી! હું દેવશાલપુર નગરથી આ અશ્વ ઉપર આરૂઢ થઈને નિકળ્યા હતા, પણ વિપરીત શિક્ષા પામેલ અશ્વ મને લઇને દૂર નિકળી ગયે, આખરે હું અને અધ બને શ્રમિત થઈ ગયા. પરિણામે આ અશ્વ પડીને મરી ગયે હું મરવાની તૈયારીમાં હતો પણ તે ભાત! તે મને નવજીવન આપી તારે ધર્મ બજાજો... . - “અમે પણ દેવશાલપુર તરફ જઈએ છીએ, તેથી તમારે મે અમારે માર્ગ એક હેવાથી આપણે સાથે જઈશુ, મિત્ર! તમે મોટા ભાગ્યવાળા જણાએ છો, જરા ખાનપાન કરીને સ્વસ્થ થાઓ પછી આપણે આગળ વધીયે.”
સાથે પણ પછવાડેથી આવી પહો. મેં તરતજ શિતલજલનું પાન કરાવી મેદક વગેરેથી ભેાજન કરાવી એ મિત્રને સ્વસ્થ કર્યો. સુખાસનમાં બેસાડી અમે બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com