________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
પ્રશમરતિ (૪) નિકાચિત : આત્માની સાથે કર્મો ક્ષીરનીરની જેમ એકમેક થઈ જાય. જેમ સોયોને ગરમ કરીને, એને ફૂટી નાખવામાં આવે, કોઈ સોયનું અલગ અસ્તિત્વ દેખાય જ નહીં... જુદાપણું પ્રતીત જ ન થાય.
આ રીતે હજારો ગતિમાં જન્મતો ને મરતો જીવ કમને બાંધતો ભારેખમ બને છે. વારંવાર દેવ-મનુષ્ય-તિર્યંચ અને દરેક ગતિમાં જન્મ-જરા અને મૃત્યુ દ્વારા વિવિધ પ્રકારે. વિવિધ આકારોમાં પરિભ્રમણ કરે છે.... તેથી અનંત ભ્રમણાઓમાં અટવાઈ જાય છે. આવો ભ્રાન્ત આત્મા કપાયોનો શિકાર બની જતો હોય છે.
આઠેય કર્મોને બાંધતો-નિકાચિત કરતો જીવાત્મા, નિરંતર ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કરતો અને ભ્રમણાઓમાં ભ્રમિત થઈ ગયેલો, કષાયોની ક્રૂરતાનો ભોગ બની જાય છે. જ્યાં સુધી જીવાત્મા કર્મો બાંધતો રહેશે, એ કર્મબંધથી ભારે બનેલો એ શત-સહસ્ર ગતિઓમાં જન્મ-મૃત્યુ કરતો ભટકતો રહેશે, વિવિધ રૂપોને ધારણ કરતાં પરિભ્રમણ કરતો રહેશે ત્યાં સુધી એ ક્ષાયોથી મુક્ત નહીં રહી શકે.
અને આ રીતે..અસંખ્ય દુઃખો....યાતનાઓ.. વેદનાઓ નિરંતર સહન કરતો બિચારું જીવાત્મા કેવો પામર... દુર્બલ ને કૃશકાય બની જાય છે! ચાર ગતિનાં અનંત-અનંત દુઃખો સહીને એની સહનશક્તિનો અંત આવી ગયો હોય છે. જ્યારે એનાથી દુઃખો સહ્યાં જતાં નથી ત્યારે એ રોષથી ભભૂકી ઊઠે છે.... દીનતાથી રડી પડે છે.
ત્યારે એની સ્થિતિ કેવી કરુણાસ્પદ બની જાય છે? યાતનાઓથી ચોળાઈચૂંથાઈ ગયેલો જીવાત્મા કરુણાનું પાત્ર બની જાય છે.... એમાંય જ્યારે એ કષાયોને પરવશ બની જાય છે ત્યારે તો વિશેષરૂપે તે કરુણાપાત્ર બનતો હોય છે...
શું અનંત અનંત દુઃખોથી ટીપાઈ ગયેલું જીવાત્મા કપાય કરી શકે? હા, એને જોઈતાં હોય છે સુખ! વૈષયિક સુખ! પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થો એ વિષય-સુખોની તીવ્ર પ્યાસને અનુભવતો ચારેય દિશાઓમાં ભટકતો હોય છે, અને જ્યાં વૈષયિક સુખોનાં-ખારાં પાણી પીવાની લત લાગી ગઈ. પુનઃપુનઃ પીઓ ને પુનઃપુનઃ તરસ્યા! વૈષયિક સુખોની રંગીલી ગલીઓમાં ભટકતા જીવોને કષાયો ધીબી નાંખે છે.....રફેદફે કરી નાંખે છે. આવા આત્માઓને તમે ક્રોધી, માની, માયાવી, લોભી કહી શકો.
For Private And Personal Use Only