________________
વજસ્વામી
શક્તિવાળા દ્વાદશાંગધારી વજસ્વામી થયા જેમણે આ પંચમંગલ શ્રુતસ્કન્ધને મૂળ સૂત્રોમાં લખ્યું. આ ઉપરથી જણાય છે કે નમસ્કારસૂત્ર પૂર્વે સ્વતન્ન સૂત્ર હતું; પણ વજસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યન્ત તે સૂત્રોના આરંભ મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાયેલ છે.
વજસ્વામીએ બીજા દુભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો. દેહત્યાગ પછી ઇન્દ્ર ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી હતી અને તે કારણથી જ તે પર્વતનું નામ ‘રથાવર્ત પર્વત’ પડ્યું હતું. રથાવર્ત પર્વત જૈનોનું એક પ્રસિદ્ધ તીર્થ હતું, આ પર્વત સંભવતઃ દક્ષિણ માલવામાં વિદિશા (ભલસા) ની પાસે હતો. આચારાંગ નિર્યક્તિમાં (ગા, ૩૪૫) પણ આનો તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જો વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આનો અર્થ એટલો જ થાય કે : – હાવનમાં આવો ઉલ્લેખ કરનારી આચારાંગ નિર્યુક્તિની રચના વજ સ્વામી પછી થઈ છે, અને - જો આચારાંગ નિર્યુક્તિને શ્રુતકેવલી ભદ્રબાહુ કર્તક માનવામાં આવે તો ‘રથાવર્ત’ એ નામ ‘વજસ્વામી’ ના સ્વર્ગવાસના સમયથી નહિ પણ તે પૂર્વનું છે એમ માનવું જોઈએ.
વજસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં ચરિત્રકારે કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી, પણ યુગપ્રધાન પટ્ટાવલિઓમાં એ બધી વાતોનો ખુલાસો કરેલો છે. વજ પ્રથમ ઉદયના ૧૮ મા યુગપ્રધાન હતા, એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વર્ષ ગૃહપર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્ય પર્યાયમાં અને ૩૬ વર્ષ યુગ પ્રધાનત્વ પર્યાયમાં વ્યતીત થયાં હતા. નિર્વાણ સંવત ૪૯૬ (વિક્રમ સં. ૨૬ માં વજનો જન્મ, નિ સં૦ ૫૦૪ (વિ. સં. ૩૪) માં દીક્ષા, નિ સં ૫૪૮ (વિ. સં. ૭૮) માં યુગપ્રધાનપદ અને નિ સં ૫૮૪ (વિ. સં. ૧૧૪) માં અંતિમ દશપૂર્વધરનો સ્વર્ગવાસ થયો હતો. વજના પ્રબંધના પરિશિષ્ટરૂપે વજસેન અને નાગેન્દ્રાદિ ચાર શિષ્યોની જે હકીક્ત આમાં લખી છે તે જરા વિચારણીય છે; કારણકે કલ્પ સ્થવિરાવલીમાં વજસેનના ૪ શિષ્યો લખ્યા છે ખરા પણ તેમનાં નામ ૧ આર્યનાઇલ, ૨ આર્યપૌમિલ, ૩ આર્યજયન્ત અને ૪ થી આયેતાપસ. એ પ્રમાણે લખ્યાં છે. આમાંનું નાઇલ નામ તો કદાચ નાગેન્દ્રનું પૂર્વ રૂપ માની લઈએ પણ બાકીનાં ત્રણ નામોનો મેળ મળતો નથી. વળી નાઇલાદિ ૪ થી ૪ તે તે નામની શાખાઓ નીકળ્યાની સૂચના કલ્મ સ્થવિરાવલી કરે છે, જયારે પ્રભાવક ચરિત્રકાર આ નાગેન્દ્રાદિ શિષ્યોના નામોથી ગચ્છો પ્રસિદ્ધ થયાનું જણાવે છે. અને વધારેમાં લખે છે કે આ ચારે આચાર્યોની મૂર્તિઓ હજી સુધી સોપારકમાં પૂજાઇ રહી છે. આ ઉપરથી એટલું તો જણાય છે કે નાગેન્દ્ર આદિની હકીકત સૂત્ર સ્થવિરાવલિઓમાં ન હોવા છતાં છે બહુપુરાણી, એથી યા તો કલ્પ સ્થવિરાવલીવાળાં નાઇલાદિ નામો નાગેન્દ્ર આદિનાં જ નામાન્તરો હોય અને નહિ તો નાગેન્દ્રાદિ નાઇલાદિથી ભિન્ન વ્યક્તિઓ હશે અને દીક્ષા પર્યાયમાં સહુથી છોટા હોવાથી તેમનાં નામો કલ્પસ્થવિરાવલીમાં નહિ લખાયાં હોય; ગમે તેમ હોય પણ નાગેન્દ્રાદિની સત્તા ઐતિહાસિક હોવામાં તો શંકા જેવું નથી, પણ એમનાથી ગચ્છો નીકલવા સંબંધી હકીકત બરાબર જણાતી નથી, એમનાથી ગચ્છો તો નહિ પણ કુલો પ્રસિદ્ધ થયાં હતા એમ કહીએ તો વાંધા જેવું નથી. વિક્રમના અગ્યારમા સૈકા સુધી એ નામના કુલો જૈન શ્રમણ સંઘમાં પ્રચલિત હતાં, પણ તે પછી તે કુલોએ “ગચ્છ' નું નામ ધારણ કર્યું હતું.
દેવર્કિંગણિક્ષમાશ્રમણે નદીસ્થવિરાવલીમાં ‘નાઇલ કુલવંશ' નો ઉલ્લેખ કર્યો છે. આચારાકાદિના પ્રસિદ્ધ ટીકાકાર શીલાચાર્ય પોતાને નિવૃતિ કુલીન જણાવે છે અને ઉપમિતિ ભવપ્રપંચા કથાકાર સિદ્ધર્ષિ પણ ઉકત