Book Title: Prabhavak Charitra Author(s): Prabhachandrasuri, Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 8
________________ પ્રબન્ધ પર્યાલોચના લેખક – મુનિ કલ્યાણવિજય (પૂર્વ પ્રકાશિત આવૃત્તિમાંથી સાભાર અહીં લીધેલ છે.) છે શ્રી વજસ્વામી પ્રભાવક ચરિત્રમાં સર્વ પ્રથમ પ્રબન્ધ વજસ્વામીનો છે. આચાર્ય હેમચન્દ્રસૂરિએ પોતાના પરિશિષ્ટ પર્વમાં વજસ્વામી સુધીના પ્રસિદ્ધ સ્થવિરોનાં ચરિત્રો વર્ણવ્યાં છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિએ વજસ્વામીથી આરંભીને તે પછીના પ્રસિદ્ધ પ્રભાવકોના પ્રબન્યો લખ્યા છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે જયારે હેમચન્દ્ર વજચરિત્ર લખી દીધું હતું તો પછી પ્રભાચન્દ્ર અહીં ફરી વજનો પ્રબન્ધ શા માટે લખ્યો? એના ઉત્તરમાં એમ કહી શકાય કે આચાર્ય હેમચન્દ્ર વજચરિત્ર ઘણું વિસ્તૃત લખ્યું છે અને તે સિવાય આર્યરક્ષિતનું ચરિત્ર પણ તેની સાથે વર્ણવ્યું છે જયારે અહીં કેવલ વજચરિત્ર અને તે પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યું છે અને આર્યરક્ષિતનો પ્રબન્ધ જુદો લખ્યો છે. ભગવાનું વજસ્વામીનો જન્મ આજથી ૧૯૬૨ વર્ષ પૂર્વે માલવ દેશાન્તર્ગત તુમ્બવન સંનિવેશમાં થયો હતો. પ્રભાવકચરિત્રમાં એમની ૩ વર્ષની અવસ્થામાં દીક્ષા થવાનું લખ્યું છે, એનો અર્થ એ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં આચાર્યે તેને પોતાના ક્ષુલ્લક (ભાવિશિષ્ટ) તરીકે સ્વીકારીને તેવા પ્રકારનો વેષ આપ્યો હશે કે જેથી તેને આહારપાણી આપવામાં હરકત ન થાય. ટીકાગ્રન્થોમાં પણ આવા જ તાત્પર્યનો ઉલ્લેખ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં વજને દીક્ષા આપી હતી પણ તેને તે વખતે સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા અને જયારે તે આઠ વર્ષના થયા ત્યારે સાધુઓએ તેને પોતાના સંઘાડામાં ભેળવી લીધા હતા.” યુગપ્રધાન પટ્ટાવલિઓમાં વજસ્વામીનો ગાઈથ્ય પર્યાય ૮ વર્ષનો લખ્યો છે તે બરોબર જ છે. કારણકે જયારથી વજસ્વામી આઠ વર્ષના થઈ સાધુઓની સાથે વિચરવા લાગ્યા ત્યારથી જ તેમનો દીક્ષા પર્યાય ગણવામાં આવ્યો છે. વજસ્વામીના પિતા ધનગિરિ શ્રેષ્ઠિપુત્ર હતા.એથી આ વાત સ્વતઃ સિદ્ધ છે કે વજનો જન્મ વૈશ્ય કુળમાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 588