Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri, Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ ઈતિહાસ લેખકોના પગલે ચાલીને તેમના લખેલા ‘પ્રબન્ધ પર્યાલોચન’માં ‘વજ્ર, ભદ્રબાહુ, હેમચંદ્ર, હરિભદ્ર, પાદલિપ્ત’ જેવા શબ્દોમાં તોછડી શૈલી અપનાવે છે તે જોઈને વધુ આઘાત લાગે છે. ગમે તેટલા મોટા ગજાનો સંશોધક પણ એ મહાપુરુષો કરતા મહાન તો નથી જ. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે તો અન્ય ઈતિહાસ લેખકોની શાન ઠેકાણે લાવવા માટે પણ ઈતિહાસ આલેખનમાં એ મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવતી શૈલી અપનાવવી જરૂરી હતી. જોઈ શકાય છે કે તેમણે એવું કર્યું નથી. ઈતિહાસ એ મહાપુરુષોના સત્ત્વથી સર્જાયો છે. ઈતિહાસ કે ઐતિહાસિક પ્રસંગો કરતા ઈતિહાસસર્જક મહાપુરુષો હંમેશા મહાન હોય છે. ઈતિહાસનું સંશોધન પણ તેઓશ્રી પ્રત્યેની પૂજ્યબુદ્ધિ વિના થાય તો ક્યારેક એ મહાપુરુષોને અન્યાય થવાની સંભાવના નકારી શકાય નહિ. આંધળી ઈતિહાસભક્તિ મહાપુરુષોની આશાતના તરફ દોરી જાય છે. શ્રી કલ્યાણવિજયજી મહારાજ જેવા પીઢ અભ્યાસી આટલું ધ્યાન ન રાખે ત્યારે ખોટો આદર્શ ઉભો થાય છે. આ મુનિવર મૂળે પુરોહિતનો જીવ એટલે મહેનત કરવામાં જરાય કચાશ ન રાખે. એમનામાં રહેલી પ્રચંડ શક્તિ અને શક્યતાનો પૂર્ણ સ્વીકાર કર્યા પછી પણ શ્રદ્ધા અને મર્યાદાની રેખા ઓળંગીને સંશોધન કરવાની તેમની તીવ્ર તમન્નાએ તેમને ગોથું પણ ખવડાવ્યું છે એ કબૂલ કર્યા વિના ચાલે તેમ નથી. કાલગણના અંગેનું તેમનું સંશોધન જેટલું વખણાયું એ જ રીતે પૂજા પદ્ધતિ અંગેનું તેમનું સંશોધન એટલું જ પીટાયું. આ ઈતિહાસ જરાય છાનો નથી. ‘પ્રબંધ પર્યાલોચન'માં તેમણે લીધેલો શ્રમ ઘણા અભ્યાસીને આજે મદદ કરે તેવો છે. જો કે તેમાં પૂર્વધર મહાપુરુષોથી પ્રવર્તીત સામાચારીને શિથિલાચાર રૂપે જોવાનો અભિગમ વગેરે બાબતો રુચિકર બને તેવી નથી. પ્રબંધ પર્યાલોચન પ્રગટ કરવા સાથે તેની ખૂબીઓ અને ખામીઓ યાદ કરવી જરૂરી લાગી છે. તેથી આટલી વાત વિચારી છે. પ્રસ્તુત શ્રી પ્રભાવકચરિત્ર ગ્રન્થરત્નને પ્રકાશિત કરવામાં સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘે પોતાના જ્ઞાન દ્રવ્યમાંથી લાભ લીધો છે. પ્રાચીન ગ્રન્થોને પ્રવાહિત રાખવા માટે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરવાની શ્રીસંઘની ભાવના અનુમોદનીય છે. શ્રી પ્રભાવકચરિત્ર ભાષાંતરનું સંપૂર્ણ પ્રૂફ ચેકીંગ સાધ્વીશ્રી જયધર્માશ્રીજી અને તેમના સુશિષ્યાઓ સાધ્વીશ્રી ભવ્યધર્માશ્રીજી, સાધ્વીશ્રી ભવ્યસિદ્ધિશ્રીજી, સાઘ્વીશ્રી ધર્મસિદ્ધિશ્રીજી, સાધ્વીશ્રી તત્ત્વશ્રુતિશ્રીજીએ કર્યું છે. તેમની શ્રુતભક્તિ પણ નોંધપાત્ર છે. મુદ્રણ દોષના કારણે રહી ગયેલ અશુદ્ધિઓને સુધારીને વાંચવા ભલામણ. જે ઈતિહાસનું વાંચન-શ્રવણ પણ આપણને રોમાંચિત બનાવે છે તે ઈતિહાસને સ્વયં જીવનમાં જીવી જનારા શ્રી પ્રભાવકચરિત્રના શણગાર અને મુગટમણિ સમાન પૂજ્ય આચાર્ય ભગવંતોનું જીવનવર્ણન વાચકોના હૃદયમાં પણ તેઓશ્રી જેવી જ શાસનભક્તિ અને શાસનદાઝ પ્રગટાવે તેવી અભિલાષા. માતાનું ના વિ. સં. ૨૦૬૪, પોષ સુદ ૧૨ શનિવાર, તા. ૧૯-૧-૨૦૦૮ છાણી 22. સર્વ ૪થી ૧૯૬૨ વર્ષ પૂર્વે ચાલવ અવસ્થામાં દીયા થવાનું છે હા (ભાવિશિષ્ય) ન થાય. રી સખી આ જુઓ એ તેને છે પર્યાવ વર્ષનો લગ્યો છે. ની સામે વિસ્તરવા લાગ્ય કેંપુત્ર હતા એથી આ વાત સ્વ HOS પંન્યાસ જયદર્શનવિજય ગણિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 588