Book Title: Prabhavak Charitra Author(s): Prabhachandrasuri, Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 5
________________ @ સંક્ષHT સાથે પર્યાલોચનનું આલોચન જૈનશાસનનો કથાનુયોગ પણ પોતાનો અલગ પ્રભાવ ધરાવે છે. લાખો ઉપદેશ વચનોથી હૃદયમાં દીવો થતો નથી ત્યારે પણ એક જીવનઘટનાનું શ્રવણ કે સ્મરણ હૃદયપલટો કરાવી જાય છે. સામાન્ય માનવીની જીવનઘટના પણ મસમોટો બોધ કરાવી જાય છે ત્યારે અસામાન્ય મહાપુરુષોની જીવનઘટના કેવો જીવન બોધ કે જીવંતબોધ કરાવી જાય તેની તો કલ્પના જ કરવાની રહે. આપણા આગમમાં કથાનુયોગનાં આગમો પણ છે. એમાં મહત્ત્વની કથા નથી, મહત્ત્વનો બોધ હોય છે. કથા યાદ રહેવાથી કલ્યાણ થતું નથી, કથામાં છૂપાયેલો પરમાર્થ સ્વીકારવાથી કલ્યાણ થાય છે.. આજના સમયમાં શ્રાવકવર્ગમાં મહાપુરુષોના પ્રેરકજીવન જાણવામાં ભયંકર ઉપેક્ષા પ્રવર્તે છે. દુનિયાની ચોવટનો રસ વધતો જાય છે જિનશાસનનો ઈતિહાસ જાણવામાં કોઈ જ જિજ્ઞાસા પ્રગટતી નથી. પરિણામે શ્રાવકસંઘ જૈનશાસનના ભવ્ય ઇતિહાસના જ્ઞાનમાં અંગૂઠા છાપ બનતો જાય છે. પૂ. આ. શ્રી પ્રભાચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સમર્થ ચરિત્રકાર છે. શ્રી પ્રભાવક ચરિત્ર નામના ગ્રન્થની રચના વાંચતા તેઓશ્રીની કવિત્વ શક્તિ - વર્ણન શક્તિ- પ્રસંગની વફાદારી - વાર્તા સાથે હૃદયને ટકોરો મારી જાય તેવી બોધ પંક્તિ વગેરે રોમાંચિત કરે તેવી છે. ખોટી ગપ્પાબાજીથી દૂર રહેવાને કારણે તેઓશ્રીનો ચરિત્રગ્રન્થ આદરણીય બન્યો છે. આધારરૂપે રજુ કરી શકાય તેવો વિશ્વસનીય ગ્રન્થ છે. શ્રાવકવર્ગમાં આ ગ્રન્થનું વાંચન - મનન વધે તે માટે અહીં ગુજરાતી ભાષાંતર છપાયું છે સાથે મૂળગ્રન્થ પણ કોઈ અભ્યાસીને જોવો હોય તો બીજે ન જવું પડે તે માટે પાછળ છપાવ્યો છે. પુસ્તકનું કદ વધે છે પણ વજન ન વધે તે ધ્યાનમાં લઈને કાગળની પસંદગી કરવામાં આવી છે. આશા છે કે પુસ્તક સૌને ઉપયોગી બનશે. - શ્રી પ્રભાવક ચરિત્ર પહેલી જ વાર પ્રકાશિત થઈ રહ્યું છે તેવું નથી. આમ જુઓ તો આ એક પુનર્મુદ્રણ છે છતાં તેમાં પૂર્વમુદ્રણોમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજ્યજી મ. (તે સમયે મુનિવર) દ્વારા થયેલ ભાષાંતરમાં જે ક્ષતિઓ રહી છે તે માટે તેમણે પોતાને મળેલ અશુદ્ધ પ્રતિઓને કારણ તરીકે ગણાવી છે. શુદ્ધિનો શક્ય પ્રયાસ તેમણે કર્યો હતો તેમના એ ભાષાંતર અને તાજેતરમાં છપાયેલ ભાષાંતરને સાથે રાખીને જિનવિજ્ય સંપાદિત શ્રી પ્રભાવક ચરિત્ર મૂળ સાથે સરખાવવામાં આવ્યું. ઘણી જગ્યાએ સુધારા જરૂરી જણાયા. કો’કની ટોપી કો'કના માથે ચઢી ગયેલી પણ દેખાઈ. શંકાસ્પદ સ્થાનોમાં મૂળ સાથે સરખાવીને બધું સરખું કર્યું. અપભ્રંશ ભાષામાં શંકાસ્પદ સ્થાનો જોઈને સરખું કરવાની ભાવના સફળ બની શકી નથી. પૂર્વભાષાંતરોમાંનાં ઘણાં વાક્યોમાં અને શબ્દોમાં યોગ્ય પરિવર્તન કર્યું છે. આ થઈ ભાષાંતરની વાત. મૂળ ગ્રન્થ તો જિનવિજ્ય સંપાદિત જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં ફરી છાપ્યો છે. | મુનિવર શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે લખેલ ‘પ્રબંધ પર્યાલોચન’ અક્ષરશઃ એ જ સ્વરૂપે પ્રગટ કર્યું છે. ઐતિહાસિક સંશોધન માટે તેમણે કરેલી મહેનત જણાઈ આવે છે. જો કે ઈતિહાસ એવી વસ્તુ છે કે જેમ જેમ નવા આધારો મળતા જાય તેમ તેમ પૂર્વધારણાઓમાં પરિવર્તન કરવું પડે છે. તેમના જ પાછળથી તૈયાર થયેલ સાહિત્યમાં આ ‘પર્યાલોચન’ કરતા જુદું લખાણ જોવા મળે તો તે ક્ષમ્ય ગણવું જોઈએ. સંશોધનની દુનિયા પ્રાપ્ત પૂરાવા ઉપર ચાલે છે. નવા પૂરાવા આખું ચિત્ર જ બદલી નાંખે તેવું પણ બને. આ સૌ કોઈ સમજી શકે તેવી વાત છે. મારે તો આમાં થોડી અલગ વાત કરવી છે. જૈન ઈતિહાસનું આલેખન કરતી વખતે ઈતિહાસજ્ઞ જૈનેતર વિદ્વાનો જિનશાસનના ધુરંધર મહાપુરુષોને ફક્ત ઐતિહાસિક પુરષો તરીકે જુએ છે તેથી તે મહાપુરુષોનો તોછડા શબ્દોમાં ઉલ્લેખ કરતા હોય છે. તે વખતે પણ દુઃખ તો જરૂર થાય પણ તેમાં આપણું કશું ચાલતું નથી હોતું. સામાન્ય માણસનો ઉલ્લેખ કરતી વખતે પણ નામની પાછળ ‘ભાઈ, લાલ, જી’ વગેરે લખાતું હોય છે. ઈતિહાસના વિદ્વાનો ધુરંધર જૈનાચાર્યો માટે આટલો વિવેક પણ ન રાખે તે જરાય ગમે તેવી વાત નથી. મુનિ કલ્યાણવિજ્યજી મહારાજ પણ આ જPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 588