Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી આરાધના ૨૩ ૧ પ્રાણાતિપાત (જીવહિંસા), ૨ અલીક (મૃષાભાષણ , ૩ ચાર્ય (અદત્તાદાન), ૪ મિથુન (અબ્રસેવન), ૫ દ્રવ્ય મૂછ (પરિગ્રહ મમતા), ૬ ક્રોધ (કેપ), ૭ માન (અહંકાર), ૮ માયા (પરવંચનરૂપ), ૯ લેભ (ઈચ્છાની અભિવૃદ્ધિ), ૧૦ પ્રેમ (અભિવંગ-રાગ), ૧૧ દ્વેષ (અપ્રીતિરૂપ-વસ્તુનિદારૂપ), ૧૨ કલહ ( અંદર અંદર કલેશ કરવો તે), ૧૩ અભ્યાખ્યાન (અન્યને કલંક આપવું તે), ૧૪ પશુન્ય (અન્યની ચાડી ખાવી તે), ૧૫ રતિ ને અરતિવડે યુક્ત. ઈષ્ટ વસ્તુમાં રતિ (પ્રીતિ) કરવી અને અનિષ્ટ વસ્તુમાં અરતિ (અપ્રીતિ) કરવી તે બે મળીને એક સ્થાન જાણવું, ૧૬ પર પરિવાદ (પારકા અવર્ણવાદ બોલવા તે), ૧૭ માયામૃષા (કપટવડે અસત્ય બોલવું તે), ૧૮ મિથ્યાત્વરૂપ શક્ય તે મિઠાવશલ્ય. આ ઉપરક્ત સ્વરૂપવાળા ૧૮ પાપસ્થાનક ત્યજ, કારણ કે તે મોક્ષમાર્ગ જે જ્ઞાનાદિ તેને સંસર્ગ જે સંસેવન તેમાં વિલભત–અંતરાય કરનારા છે કારણ કે એ પાપસ્થાનકે સતે તેની–મોક્ષમાર્ગની અપ્રાપ્તિ છે, વળી તે દુર્ગતિ જે નરક તિર્યંચાદિ તેના નિબંધન-મૂળ કારણભૂત છે, તેથી પ્રત્યેકને બુદ્ધિપૂર્વક તજી દે. ૨૮-૨૯-૩૦. चतुःशरणरूपं पक्षमं द्वारमाहહવે ચાર શરણ કરવારૂપ પાંચમું દ્વાર કહે છે – પ્રથમ અરિહંતના શરણ માટે ચાર ગાથા આ પ્રમાણે – चउतीसअइसयजुआ, अट्टमहापाडिहेरपडिपुन्ना । सुरविहिअसमासरणा, अरहंता मज्झते सरणं ॥३१॥

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78