Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 75
________________ પમાડ્યો. હા ઈતિ ખેદે ! કષ્ટકારી હકીકત છે કે પ્રમાદવડે આ જીવા અનંતી વાર હણાયો છે. ૨૨. મથુરાવાસી મંગુ નામના આચાર્ય સૂત્ર અર્થને ધારણ કરનારા અને સ્થિર ચિત્તવાળા છતાં નગરની ખાળમાં યક્ષ થયા. પ્રમાદવડે કરીને આમ અનંતી વાર બને છે. ૨૩. હર્ષ અને વિષાદવડે મુનિએ જે ફુટપણે વિચિત્ર ચિતવન કરે છે તે તેમને સંસારમાં જમાડે છે. આ પ્રમાણે પ્રમાદ અનંતી વાર કરે છે. ૨૪. ચિત્તને ચારિત્રસંગત બનાવી આત્માયત્ત (આત્માધીન) કર્યા છતાં, તે પાછું પરાયણ (પરાધીન) થાય છે તે પ્રમાદનું જ ફળ છે. આ પ્રમાણે પ્રમાદે અનંતી વાર કરેલ છે. ૨૫. એવી અવસ્થાવાળો તું સર્વસૂત્રને પારગામી અને ગુણાકર (ગુણવાન) થયા છતાં સાંપ્રતકાળમાં–અત્યારે તું તેમાં (સંયમમાં) ઉઘત થતું નથી તે પ્રમાદનું જ ફળ છે. પ્રમાદે તેવું અનંતી વાર કર્યું છે. ર૬. હા હા ઈતિ ખેદે! પ્રમાદના કુળમંદિર (સ્થાન) એવા તારું શું થશે? તું સદા સુખવાળા મોક્ષમાં કેમ શીદ્ય-ઉદ્યમવાળે થતું નથી? ર૭. તું કષ્ટ સહીને પણ પાપ કરે છે અને સુખીપણામાં પણ ધર્મ કરતું નથી, તેથી અનંતા પ્રમાદવડે કરીને હે જીવ! તાર શું થશે તે હું જાણતો નથી. (કહી શક્તો નથી.) ૨૮

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78