Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 73
________________ ૬૪. અંગની (પ્રકારની) સંપદા પામવી દુર્લભ છે. તે પામ્યા છતાં પ્રમાદ કરે તે એગ્ય નથી. ૬. જિનેશ્વરે આઠ પ્રકારનું પ્રમાદ વર્જવાને કહ્યો છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે-૧ અજ્ઞાન, ૨ સંશય ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ શ્રેષ, ૬ મતિવંશ, ૭ ધર્મમાં અનાદર અને ૮ યેગનું દુપ્રણિધાન. આ આઠે પ્રકાર વજેવા. –૮. મહાવિષ ખાવું સારું, અગ્નિમાં પ્રવેશ કરે સારે, શત્રુની સંગાતે વસવું સારું અને સર્પદંશથી કાળધર્મ પામ સારે, પરંતુ ધર્મમાં પ્રમાદ કરે સારે નહીં, કારણ કે વિષાદિના પ્રત્યે ગથી તે એક વાર મૃત્યુ પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રમાદવડે તે અનંતા જન્મમરણ કરવા પડે છે. ૯-૧૦. ચૌદ પૂવીં, આહારક શરીરની લબ્ધિવાળા, મન:પર્યવસાની અને વીતરાગ (અગ્યારમે ગુણસ્થાને પહોંચેલા)તે પણ પ્રમાદના પરવશ પણાથી તદનેતર ચારે ગતિમાં ગમન કરે છે. ૧૧. જેનશાસનમાં સ્વર્ગાપવર્ગના માર્ગે લાગેલા છતાં પ્રમાદવડે શ્રેણિકાદિક સંસારમાં પ્રતિપાત પામેલા છે તે ખેદની વાત છે. ૧૨. રે જીવ! તે શારીરિક કે માનસિક તિક્ષણ દુખે પ્રમાદવ અનંતી વાર ઘાર નરકમાં સહ્યાં છે. ૧૩. તે તિર્યચપણામાં પણ સુધા–તૃષાદિ અનેક લક્ષ દુખે અનંતી વાર પ્રમાદવડે પામ્યા છે. ૧૪. અરે જીવ! મનુષ્યપણામાં પણ રેગ-શોક-વિયેગાદિ મહા દુખે પ્રમાદવડે અનંતી વાર તે અનુભવ્યા છે. ૧૫.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78