________________
ઘર /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
સાતમાં ગુણસ્થાનમાં સંજ્વલન કષાયના ક્રોધ, માન, માયા, લોભ મંદ પડી જાય છે. તેમાં આહાર, વિહાર આદિની, ક્રિયા તો નથી પણ વિકલ્પ પણ હોતો નથી. સાતમાં ગુણસ્થાને મુનિ આત્મધ્યાનમાં આરૂઢ થઈ જાય છે. સાતમાંમાંથી છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે મુનિને આહાર-વિહાર આદિનો વિકલ્પ ઊઠે છે. આવું છઠ્ઠું સાતમું ગુણસ્થાન મુનિને હજારો વારે આવે છે ને જાય છે. સંજ્વલન કષાય છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર અને સાતમાં ગુણસ્થાનમાં મંદ હોય છે.
આઠમાં ગુણસ્થાનમાં ચોથી ચોકડી એકદમ મંદ પડી જાય છે અને વીતરાગભાવ એકદમ પુષ્ટ થાય છે. આઠમાં ગુણસ્થાનમાં મુનિ ધ્યાનમાં જ હોય છે. શુદ્ધિની એકદમ વૃદ્ધિ થવા માંડે છે તેને શ્રેણી કહેવાય છે. તેમાં સ્વસંવેદનશાનનો વિશેષ પ્રકાશ થાય છે એટલે જ્ઞાનાનંદ પ્રભુને પકડવાની શક્તિ વધી જાય છે અને રાગ એકદમ ઘટી જાય છે એટલે આત્માનું ઊજળું ધ્યાન–શુક્લધ્યાન પ્રગટ થાય છે.
આઠમાં ગુણસ્થાને શુદ્ધતાની શ્રેણીના બે પ્રકાર હોય છે. એક ક્ષપકશ્રેણી અને એક ઉપશમશ્રેણી. ક્ષેપક શ્રેણીવાળા મુનિરાજની સ્થિરતા એવી ક્ષાયિકભાવે ઉપડે છે કે અંતઃમુહૂતમાં કેવળજ્ઞાન પામીને મુક્ત થઈ જાય છે અને ઉપશમશ્રેણીમાં મુનિરાજ આઠ, નવ, દશ અને અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શીને પાછાં પડી જાય છે. તેને એક-બે ભવ પણ થાય છે પછી મુક્ત થાય છે.
ક્ષપકશ્રેણી ચડેલાં મુનિરાજ દશમાં ગુણસ્થાનેથી અગિયારમાં ને સ્પર્યા વિના બારમાં ગુણસ્થાનમાં પહોંચી યથાખ્યાતચારિત્ર પ્રગટ કરે છે. બારમાંના અંતમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરણનો પણ નાશ કરી તેમાં ગુણસ્થાનમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. ત્યાં જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ જાય છે અને આત્મા શુદ્ધ પરમાત્મા બની જાય છે.
આ ગાથામાં ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધીના અંતરાત્માની વાત કરી છે. એક એક ગુણસ્થાનમાં અંતરાત્માને શુદ્ધતા વધતી જાય છે અને જ્યારે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે તે પરમાત્મદશા છે. આમ, આ ૧૨મી ગાથામાં આત્માની અંતરાત્મદશાનું સુંદર વર્ણન થયું.