________________
પ્રવચન-૭૨ ]
૨ ૪૮૫
શાસ્ત્રની ટીકા બનાવવાનો પણ અજ્ઞાનીને મદ થાય છે. મને શાસ્ત્ર લખતાં આવડે છે એમ અભિમાન કરે છે પણ પ્રભુ ! એ તો પરલક્ષી ઉઘાડ છે અને સાથે વિકલ્પ છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. સંસારની કળાના અભિમાન તો છોડ પણ શાસ્ત્રની કળાના અભિમાન પણ છોડ તો આત્મા હાથમાં આવશે. અભિમાનમાં આત્મા હાથ નહિ આવે. શાસ્ત્રોનું વ્યાખ્યાન એ તો શબ્દ છે, ભાષાવર્ગણાનું કાર્ય છે. આત્મા શબ્દને રચતો નથી. ધ્વનિ તો પ્રગટપણે જડ છે કાન સાથે અથડાય છે, આત્મા તો અરૂપી છે તે ધ્વનિને બિલકુલ કરી શકતો નથી માટે વ્યાખ્યાન હું કરી શકું છું એવા અભિમાન કરવા રહેવા દેજે. જગતના એક પરમાણુનો ફેરફાર કરવા આત્મા ત્રણકાળમાં સમર્થ નથી પણ મૂઢ ” અભિમાન મૂકતો નથી.
'
જેમ ઇશ્વર જગતની રચના કરી શકતાં નથી તેમ આત્મા જગતના એક રજકણને પણ ફેરવવા કે રચવા સમર્થ નથી. માટે, હું સારાં સારાં કામ કરું છું, દુકાનની વ્યવસ્થા કરું છું કે સમાજની વ્યવસ્થા સંભાળું છું એવા બધાં અભિમાન છોડી દેજે ભાઈ
જેમુ સાકરમાં મીઠાશ ભરી છે, બરફમાં શીતળતા ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદનો રસ ભર્યો છે તેની જો શ્રદ્ધા અને જ્ઞાનરૂપ ધર્મ તારે કરવો હોય તો આ બધાં અભિમાન તો પહેલાં જ છોડવા પડશે. અભિમાન છોડ્યા વગર ધર્મ નહિ થઈ શકે.
અમે એક કલાક વ્યાખ્યાન કરીએ અને લાખો રૂપિયાના ઢગલા કરાવી દઈએ. અમારી પાસે પૈસા નથી પણ લોકો પાસેથી લાખો રૂપિયા ભેગા કરાવી દઈએ–એવા અભિમાન છોડી દેજે ભાઈ ! પૈસાના પરમાણુ જ્યાં આવવાના હોય ત્યાં આવે છે અને જવાના હોય ત્યાં જાય છે. તારા વ્યાખ્યાન દ્વારા કોઈ પૈસા આપી શકતું નથી.
આ આખા જગતથી ઊંધી વાત છે. અમને વ્યાખ્યાન વડે લોકોને રંજાયમાન કરતાં આવડેએ અભિમાન મહા પાખંડ છે. કવિનો, શાસ્ત્ર રચવાનો, વાદનો અને વ્યાખ્યાન કરવાનો આ ચારેય પ્રકારનો શબ્દનો મદ છૂટી જતાં તે સંબંધી વિકલ્પજાળનો પણ અભાવ થાય છે તેથી જાણે અંતરમાં એકાગ્રતારૂપ સમાધિરૂપી અગ્નિને પવન મળી જાય છે એટલે તે પ્રજ્વલિત થાય છે. તેમાં કર્મો બળીને ભસ્મ થઈ જાય છે.
બહારના અનેક પ્રકારના અભિમાનનું અહીં પાણી ઊતરી જાય તેમ છે. અનેક પ્રકારના અભિમાનના વિકલ્પોના ત્યાગરૂપ પવન અને અંતરમાં એકાગ્રતારૂપ ધ્યાનાગ્નિ વડે કર્મોને મુનિરાજ ભસ્મ કરી નાંખે છે કેવી રીતે ?−કે જેમ અગ્નિનો કણ લાકડાના મોટા પહાડ જેવા ઢગલાને ભસ્મ કરી નાંખે છે, નાની એવી દિવાસળી ઘાસની મોટી ગંજીને
ખલાસ કરી નાંખે છે તેમ ધ્યાનાગ્નિ કર્મોના મોટા ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આનું નામ નિર્જરા છે. સ્વરૂપની સમીપતારૂપી ઉપવાસથી નિર્જરા થાય છે. લાંઘણો કરવી તે ઉપવાસ નથી.