Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 537
________________ પૂજવાયોગ્ય દેવ ઃ ભગવાન આત્મા (સળંગ પ્રવચન નં. ૭૭ ચાલુ) मनः मिलितं परमेश्वरस्य परमेश्वरः अपि मनसः । द्वयोरपि समरसीभूतयोः पूजां समारोपयामि कस्य ॥१२३२॥ येन निरञ्जने मनः धृतं विषयकषायेषु गच्छत् । मोक्षस्य कारणं एतावदेव अन्यः न तन्त्रं न मन्त्रः ।। १२३★३॥ આ શ્રી પરમાત્મપ્રકાશ છે; તેમાં પ્રથમ અધિકારની આ ૧૨૩મી ગાથા થઈ. હવે તેનાં બીજા ભાવમાં મુનિરાજ શું કહે છે ! આ રીતે એકત્રીસ દોહા-સૂત્રનો ચૂલિકા-સ્થલ કહ્યો. ચૂલિકા એટલે અંત. આમ પ્રથમ સ્થળનો અંત અહીં સુધી થયો. આગળ સ્થળની સંખ્યા સિવાય બે પ્રક્ષેપક દોહા કહે છે. જો વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામ સાથે મળી ગયું તન્મય થઈ ગયું અને પરમેશ્વર મનમાં ભળી ગયા તો બંનેનું સમરસ મિલન થતાં હવે હું કોની પૂજા કરું ! અર્થાત્ નિશ્ચયનયથી કોઈને પૂજવાનું કે સામગ્રી ચડાવવાનું રહેતું નથી. શુભરાગરૂપ મન જ્યાં ભગવાન આત્મા તરફ ઢળે છે ત્યાં વિકલ્પ મરી જાય છે તેને મને આત્મામાં ભળી ગયું એમ કહેવાય છે. આત્મા જેવો નિર્વિકલ્પ છે તેવું મન પણ નિર્વિકલ્પ થઈ ગયું એટલે જ્ઞાન એકાકાર થઈ ગયું. મનનો વિષય પર હતો તેના બદલે સ્વ વિષય થઈ જતાં મન નિર્વિકલ્પ થઈને આત્મામાં એકાકાર થઈ ગયું. મન મળી ગયું ભગવાનમાં, અને ભગવાન મળી ગયા મનમાં ત્યાં રાગ છૂટી ગયો. પર્યાય નિર્મળ થઈ ગઈ અને અંતરમાં ભળી ગઈ. આ સાચી પૂજા છે કે પર્યાયે ભગવાનને પૂછ્યા ત્યાં પોતે જ ભગવાન થઈ ગઈ. બહારની પૂજા તો શુભભાવ છે તેનાથી પરમ આરાધ્ય એવા આત્મદેવની પૂજા થતી નથી. પૂજાનો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થઈને પરમાત્મામાં ભળી ગયો, હવે પૂજાનું કાંઈ પ્રયોજન ન રહ્યું. યોગ્યસેવવા ભગવાન અને સેવક એવી પર્યાય એ બંને એક થઈ ગયા. સેવ્ય-સેવક બંને ભળી ગયા. પૂજા કરનાર નિર્મળપર્યાય જ જ્યાં પૂજવાયોગ્ય આત્મદેવમાં ભળી ગઈ પછી કોણ કોની પૂજા કરે ! વ્યવહારમાં જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી પૂજા અને સામગ્રી ચડાવવાનો વ્યવહાર હતો પણ જ્યાં શ્રદ્ધા-જ્ઞાન જ્ઞાનની પરિણતિમાં એકાગ્ર થયો ત્યાં પૂજવાયોગ્ય અને પૂજનાર બંને એક થઈ ગયા. આ જ ખરી નિશ્ચયપૂજા છે. જ્યારે સ્વરૂપમાં ઠરી ન શકે ત્યારે અશુભથી બચવા શુભભાવમાં ભક્તિ, પૂજા આદિનો વ્યવહાર છે ખરો, પણ એ

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540