Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 539
________________ ૧ર૬ ) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો નથી. મુનિ ભાવપૂજામાં તન્મય થઈ જાય છે. આ જ કથનને છેલ્લા શ્લોકમાં પણ દઢ કરે છે. આ પ્રથમ અધિકારનો છેલ્લો શ્લોક છે. જે જીવે વિષય-કષાય તરફ જતાં મનને કર્મરૂપી અંજનથી રહિત ભગવાન આત્મામાં ધરી રાખ્યું તે જીવે મોક્ષના કારણને સાધ્યું છે. કારણ કે એ સિવાય મોક્ષ માટે કોઈ અન્ય મંત્ર કે તંત્ર નથી. તંત્ર એટલે શાસ્ત્ર અથવા ઔષધ અને મંત્ર એટલે મંત્રાક્ષરો કોઈ એવા નથી કે જેના વડે મોક્ષ પ્રાપ્ત થાય. વિષય-કષાયાદિ પરપદાર્થોથી મનને રોકીને પરમાત્મામાં મેનને લગાવવું તે જ એક મોક્ષનું કારણ છે. આગળ પરમાત્મપ્રકાશના બીજા અધિકારમાં મોક્ષ અને મોક્ષનું ફળ અને કારણ બતાવવાના છે એટલે અહીં માત્ર કારણ બતાવી દીધું. ભગવાનની પૂજા, ભક્તિ આદિ વ્યવહાર હોય છે પણ તે ખરેખર મોક્ષનું કારણ નથી જીવ મુક્તસ્વભાવી છે તે સ્વભાવનું સાધન સ્વભાવ જ છે, અન્ય કોઈ સાધન નથી એ બધું આગળ આવશે. ' જેણે પુણ્ય-પાપના વિકલ્પને છોડી, મળ અને અંજનથી રહિત શુદ્ધસ્વરૂપમાં મનને એકાગ્ર કર્યું છે તેની શુદ્ધપરિણતિ જ તેને મોક્ષનું એકમાત્ર કારણ છે. જેમ ઔષધ લેવાથી શરીરનો રોગ મટે છે તેમ આત્માના ભવરૂપી રોગને મટાડવા માટે કોઈ એવું ઔષધ નથી કે રોગથી મુક્તિ આપે. એવી કોઈ જડીબુટ્ટી નથી કે જેનાથી મોક્ષ થાય. અરે ! એવું કોઈ શાસ્ત્ર નથી કે જેને ભણવાથી મોક્ષ થઈ જાય. એવી કોઈ દવા નથી કે જે ખાવાથી રાગ ટળીને મુક્તિ થઈ જાય. કોઈ એવો મંત્ર નથી કે જેનો જાપ કરવાથી મુક્તિ થાય ઓમ્....ઓમ્...કરવાથી કે નવકારમંત્રના જાપથી પણ મુક્તિ થાય તેમ નથી. કારણ કે પાંચ પદનો જાપ એ પણ શુભરાગ છે. શુભરાગથી મુક્તિ થતી નથી. પર તરફ જતાં મનને ત્યાંથી રોકીને પરમાનંદસ્વરૂપ નિજ આત્મદેવમાં લગાવી દેવું એટલે કે શુદ્ધપરિણતિ થવી તે જ મુક્તિનું કારણ છે. - ભાવાર્થ –જે કોઈ નિકટ સંસારીજીવ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉલટાં વિષયકષાયમાં જતાં મનને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બળથી પાછું હટાવીને નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થાપન કરે છે તે જ મોક્ષને પામે છે બીજા કોઈ મંત્ર, તંત્રાદિમાં ચતુર પુરુષો હોય તોપણ મોક્ષને પામતાં નથી. ભગવાન આત્મામાં જે ચતુર છે એવા પુરુષ જેનો સંસારનો અંત નજીક આવી ગયો છે એવા નિકટ ભવ્ય જીવો જ પોતાના શુદ્ધાત્મદ્રવ્યની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં લીનતા વડે મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રીતે પરમાત્મપ્રકાશશાસ્ત્રનો પ્રથમ અધિકાર અહીં પૂરો થયો. હવે મોક્ષ અને મોક્ષનો ઉપાય આદિ બતાવતો બીજો અધિકાર શરૂ થશે.

Loading...

Page Navigation
1 ... 537 538 539 540