Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 521
________________ ૧૦૮) [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તું. એ પુણ્ય-પાપાદિ વિકારથી વિમુખ થઈને તેનાથી વિરૂદ્ધ એવા નિર્મળ રાગાદિ રહિત પરિણામમાં પરમાત્માને શ્રદ્ધામાં લે તો તને વર્તમાનમાં જ આનંદનો અનુભવ થાય. મિથ્યાત્વભાવમાં રાગ-દ્વેષ જેટલો જ પોતાને માને છે તેથી દુઃખ થાય છે. વાસ્તવમાં પોતે તો પૂર્ણ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને જો જ્ઞાનમાં ગ્રહણ કરે તો જ્ઞાનની દશા નિર્મળ થાય. તે મેલ વિનાની નિમેળ દશામાં ચૈતન્યસૂર્ય દેખાય અને સુખરૂપ પરિણતિ પ્રગટ થાય. આત્મા એક જ્ઞાનગુણવાળો જ નથી. આત્મા તો અનંતગુણમય છે. એ અનંતગુણના કિરણવાળો એટલે અનંતગુણના સ્વભાવવાળા આત્માને જ્ઞાનમાં જાણતાં અનંતગુણના અંશ એટલે પર્યાય પ્રગટ થાય છે. અનંતગુણની અનંતપર્યાય પ્રગટ થાય છે. પર્યાયમાં આખું વીતરાગ દ્રવ્ય ભાસે ત્યારે તે પર્યાયને વીતરાગી પર્યાય કહેવામાં આવે છે_ વાદળા દૂર થતાં જે સૂર્ય પ્રકાશે છે તેમાં તો હજાર કિરણો જ છે પણ આ ચૈતન્યસૂર્યમાં તો અનંતા કિરણો છે એટલે કે અનંત ગુણરૂપી શક્તિ પડી છે તેની શ્રદ્ધા અને જ્ઞાન કરતાં તે અનંતા ગુણની નિર્મળતા લેતું પ્રગટ થાય છે. બોલો ! મુબંઈમાં કે પરદેશમાં એ કાંઈ મળે ખરું! ત્યાં તો પૈસા, મકાન, ફર્નિચર આદિ ધૂળ મળે...એ કાંઈ આત્માને મળતું નથી. આત્માને તો તેની મમતા મળે છે, તેનાથી આત્મા દુઃખી થાય છે. બાકી શરીર કે પૈસા આદિ તો આત્માને અડતા પણ નથી. તેને તો આ પૈસાદિ મારાં છે અને આનંદકંદ ચૈતન્ય મારો નહિ એવી મિથ્યાશ્રદ્ધા સ્પર્શે છે અડે છે–થાય છે. ભગવાન આત્મા પરમાં તો રહેતો નથી પણ પરભાવ એટલે શુભાશુભ વિકલ્પમાં પણ આત્મા રહેતો નથી. આમાં તો અસંખ્યપ્રદેશી પોતાના સ્વક્ષેત્રમાં રહે છે. આત્મા તો અનંતગુણથી ઓપતો ચૈતન્યસૂર્ય છે. સત્ સ્વરૂપ પ્રભુ છે. જે જ્ઞાનમાં આવો આત્મા જણાય છે તે જ્ઞાનને અનુભૂતિ કહેવામાં આવે છે. જ્ઞાનમૂર્તિ ભગવાનનો અંતરમાં શ્રદ્ધા-જ્ઞાન દ્વારા સ્વીકાર આવ્યો તેને એ શ્રદ્ધા-જ્ઞાન કાયમ ટકી રહે છે. તેથી સંવર અને નિર્જરા પણ ચાલુ જ રહે છે; ભગવાન આત્મા એવો ને એવો ટકી રહે છે તેમ તેની શ્રદ્ધા-જ્ઞાન પણ ટકી રહે છે, તેથી સંવર અને નિર્જરા પણ કાયમ તેની સાથે જ રહે છે. વીતરાગ સ્વભાવના અવલંબનથી જેટલી વીતરાગતા પ્રગટી તે સદાય જીવની સાથે જ રહે છે. આ ૧૧૯ ગાથા થઈ. હવે ૧૨૦ ગાથામાં આચાર્યદવ કહે છે કે, જેમ મેલા દર્પણમાં રૂપ દેખાતું નથી તેમ, રાગાદિથી મલિન ચિત્તમાં શુદ્ધ આત્મસ્વરૂપ દેખતું નથી. ગાથાર્થ :–રાગથી રંજિત મનમાં રાગાદિ રહિત આત્મદેવ દેખાતા નથી, જેમ મેલા દર્પણમાં મુખ દેખાતું નથી તેની જેમ. આ વાત હે પ્રભાકર ભટ્ટ ! તું સંદેહ રહિત જાણ ! ૧૨૦

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540