Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 528
________________ પ્રવચન-૭૬ ] ( ૧૧૬ કુંદકુંદાચાર્ય આચાર્યપદ-આરોહણ કરીને દુનિયાને સર્વશની આ વાત કહી છે. સર્વજ્ઞને જે કહેવું હતું તે જ સંતોએ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપીને પાત્ર જીવોને સર્વજ્ઞની વાત કહી છે. આત્મા “જ્ઞ સ્વભાવી છે એટલે “સર્વજ્ઞ સ્વભાવી છે. માટે જેણે પોતાની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપ્યા....તે સર્વજ્ઞ થવાના છે એ સિદ્ધ થઈ ગયું. તેને હવે કરવાનું કાંઈ રહેતું નથી. સર્વજ્ઞનું અને સર્વજ્ઞસ્વભાવનું વારંવાર લક્ષ રહ્યા જ કરશે તેથી “જ્ઞ” સ્વભાવની વૃદ્ધિ અને રાગનું ઘટવું થઈને તેને સર્વજ્ઞ અને વીતરાગદશા પ્રગટ થઈ જશે. નિશ્ચયથી જેણે પોતાની પર્યાયમાં સર્વજ્ઞને પધરાવ્યા તેને પર્યાયમાં વિકલ્પ પણ છે અને વાણીનો યોગ પણ છે પણ તે હોવા છતાં સાધકજીવ તેનો કર્તા નથી. સર્વજ્ઞ બધાના જાણનાર જ છે તેમ સાધક કહે છે અમે પણ અમારી પ્રગટેલી શક્તિ પ્રમાણે જાણનાર જ છીએ. કરનાર નથી. અમને અલ્પજ્ઞપણાનો રાગનો કે નિમિત્તનો આદર નથી, માત્ર તેનું જ્ઞાન થાય છે પણ આદર આવતો નથી. તેથી અહીં આચાર્યદેવ કહે છે કે એક મ્યાનમાં બે તલવાર ન સમાય. જ્યાં રાગની રુચિ અને રાગનું કામ પડ્યું છે ત્યાં જ્ઞાતાપણું ન વસે અને જ્યાં સર્વજ્ઞ સમાન જ્ઞાતાપણું વસે છે ત્યાં રાગાદિનું કર્તાપણું રહી શકતું નથી. હવે જુઓ ૧૨૧ ગાથાનો ભાવાર્થ :–વીતરાગનિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો અનકુળતારૂપ પરમ આનંદ અતીન્દ્રિય સુખરૂપ અમૃત છે.....અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી પણ ઉત્પન્ન થયેલાં આનંદની વાત છે. સ્વભાવ તો દરેક આત્માનો અતીન્દ્રિય વીતરાગ નિર્વિકલ્પ આનંદની મૂર્તિરૂપ જ છે પણ જેણે તે સ્વભાવનો આદર કરીને સર્વજ્ઞને પોતાના આંગણે પધરાવ્યા તે આંગણા કેવા ઉજળાં હોય ! સર્વજ્ઞ અને સર્વજ્ઞસ્વભાવને દૃષ્ટિ, જ્ઞાન અને અનુભૂતિમાં લે તેની પર્યાયમાં અતીન્દ્રિય અમૃત-આનંદના પ્યાલા પીવાતાં હોય પણ જે આવા સ્વભાવને દૃષ્ટિમાં ન લે. વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છું એમ ન માને અને રાગમય છું, રાગનો કરનારો છું એમ રાગના પ્રેમમાં પડ્યો છે તે પોતાના વીતરાગસ્વભાવનો વેરી છે. ભગવાન સર્વજ્ઞને જેવો અનાકુળ આનંદ અને સર્વજ્ઞદશા પ્રગટેલી છે એવો જ આત્મા અનાકુળ આનંદ અને સર્વજ્ઞસ્વભાવી છે તેને જેણે જ્ઞાનમાં વસાવ્યો તેને તો અતીન્દ્રિય અનાકુળ આનંદનું વેદન છે અને તે સ્વભાવને જ્ઞાનમાં નહિ વસાવતાં, રાગને જ્ઞાનમાં વસાવ્યો કે જે વસ્તુમાં નથી. તેને પર્યાયમાં આકુળતા અને દુઃખનું વેદના થાય છે. તેની દેષ્ટિમાંથી સર્વજ્ઞસ્વભાવ ખસી ગયો છે. અરે જેણે જ્ઞાનમાં વીતરાગસ્વભાવથી વિરુદ્ધ એવા રાગને વસાવ્યો છે—વિકારને રોપ્યો છે તેની પર્યાયમાં અવિકારી પર્યાય કયાંથી ઉત્પન્ન થાય ! એક મ્યાનમાં બે તલવાર

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540