Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 529
________________ ૫૧૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો ન રહી શકે. શાયકમૂર્તિ ભગવાનને જોવાની દૃષ્ટિ છોડીને આને જોવામાં રોકાઈ ગયો. આ એકત્વ સહિતના રાગની વાત છે. સમ્યગ્દષ્ટિને રાગ તો છે પણ એકત્વ નથી તેથી. ત્યાં રોકાયો નથી, એ તો રાગને જાણનારની ભૂમિકામાં બેઠે છે. રાગમાં બેઠો નથી. જેના ચિત્તમાં સ્ત્રીના રૂપને જોવાની અભિલાષા આદિથી ઉત્પન્ન હાવ-ભાવ અર્થાત્ ચિત્તમાં વિકાર કે સ્ત્રીને મારાં પ્રત્યે પ્રેમ વર્તે છે એમ કરીને રાગ કરે છે પણ ભગવાન આત્મામાં મારો આનંદ વર્તે છે તેની ખબર નથી. સ્ત્રીનું મુખ જ એના જ્ઞાનમાં વસે છે, અનાકુળ આનંદને તો જ્ઞાનમાંથી એણે ખસેડી દીધો છે. પ્રેમાળ આંખની કટાક્ષતા જોવા રાગથી રોકાઈ ગયો છે. સમ્યગ્દર્શનનો જે વિષય છે એવા આનંદમૂર્તિસ્વભાવને જોવાને બદલે સ્ત્રીને જોવામાં રોકાઈ ગયો છે. પોતાના સ્વભાવમાંથી તો પોતાની જાતની અવિકારી પર્યાય ઉત્પન્ન થવી જોઈએ તેને બદલે રાગમાં રોકાયો તેથી વિકારી પર્યાય જ ઉત્પન્ન થાય છે કે જે પોતાની જાતની નથી. વિકલ્પજાળોથી મૂર્છિત અને વાસિત એટલે પાંચઇન્દ્રિયના ભોગોની વિકલ્પજાળમાં જ વાસિત થઈ ગયો છે અને અતીન્દ્રિય આનંદમૂર્તિ ભગવાનને દૃષ્ટિમાંથી દૂર કરી દીધો છે, રાગમાં જ રંજિત થઈ ગયો છે, વિકલ્પમાં પરિણત ચિત્ત થઈ ગયું છે તે ચિત્તમાં ભગવાન આત્મા કેમ વસે ! મલિનતામાં રોકાયેલા ચિત્તમાં બ્રહ્માનંદપ્રભુ આત્મા કેમ વસે ! અહો ! જેણે પર્યાયમાં સર્વજ્ઞને અને સર્વજ્ઞસ્વભાવને સ્થાપ્યો તેમાં રાગની એકતા કેમ આવે ! અને રાગની વાસનામાં મૂર્છાઈ ગયેલી પર્યાયમાં ચૈતન્યમૂર્તિ આત્મા કેમ આવે ! એક મ્યાનમાં બે તલવાર સાથે ન રહે તેમ રાગ અને જ્ઞાન બંને એક પર્યાયમાં સાથે વસે નહિ. સર્વજ્ઞસ્વભાવને પર્યાયમાં ન વસાવ્યો અને રાગની એકતા કરીને રાગને વસાવ્યો ત્યાં સર્વજ્ઞસ્વભાવી ભગવાન તેની પ્રતીતિમાં કેમ આવે ! અને જો સર્વજ્ઞસ્વભાવી ભગવાનને પર્યાયમાં વસાવીશ તો ત્યાં રાગની એકતાનું વસવું નહિ રહે, રાગ ભિન્ન રહેશે. અને જો રાગને વસાવીશ તો ભગવાન ભિન્ન રહેશે. એક પરિણતિમાં બન્ને નહિ સમાય. રાગને કરવા અને ભોગવવાની મીઠાશમાં પડ્યો છે તેની પર્યાયમાં ચૈતન્ય ભગવાન આવીને કેમ વસે ! (ન જ વસે). રાગના કર્તાપણાનું વ્યસન થઈ ગયું છે, તેમાં મીઠાશ વેદાય છે ત્યાં જ્ઞાતાપણું તેને કેમ ભાસે! વિકલ્પની વાસનાનો પ્રેમ અને ચૈતન્યનો પ્રેમ એ બંને સાથે ન હોય શકે. જે જ્ઞાનઘરમાં જ્ઞાતા-દેષ્ટા સ્વભાવ વસશે ત્યાં રાગ વસવા નહિ આવી શકે. રાગ તો પર ઘરમાં રહેશે. એક જ ચિત્તમાં બ્રહ્મ-વિદ્યા અને વિષય-વિનોદ એ બન્ને સમાતા જ નથી. બ્રહ્મ-વિદ્યા વસે ત્યાં વિષય-વિનોદ કેમ આવે ! અને વિષય-વિનોદ હોય ત્યાં બ્રહ્મ-વિદ્યા કેમ વસે ! આ કાંઈ બાહ્ય-ત્યાગની વાત નથી. અંદરમાં આત્મા વિષય—વિનોદાદિ રાગનો ત્યાગી જ છે તેવા સ્વભાવનો આશ્રય લેનારા જ્ઞાની પણ ત્યાગી જ છે. જેના

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540