Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 533
________________ [ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો શુદ્ધાત્મ દ્રવ્યના શ્રદ્ધાન, સ્વાભાવિક જ્ઞાન અને તેનાથી ઉત્પન્ન વીતરાગ પરમસુખરૂપ અમૃતરસ સ્વરૂપ નિર્મળ નીરથી ભરેલા જ્ઞાનીઓના માનસરોવરમાં પરમાત્માદેવરૂપી હંસ નિરંતર નિવાસ કરે છે. અહીં તો અશુભભાવોથી વાત લીધી છે પણ અશુભ અને શુભ બંને પ્રકારના ભાવોથી રહિત નિજ શુદ્ધાત્મદ્રવ્યની અંતરમુખ પ્રતીતિ અને સ્વાભાવિક જ્ઞાન નામ જ્ઞાનનું સ્વસંવેદન અને તેનાથી ઉત્પન્ન વીતરાગ પરમરસથી ભરેલા મનમાં જ્ઞાની વસે છે. અતીન્દ્રિય આનંદના પિંડરૂપ શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધા અને જ્ઞાનથી ઉત્પન્ન થયેલા આનંદથી ભરેલા જ્ઞાનીના જ્ઞાનરૂપી માનસરોવરમાં જ્ઞાનીનો વસવાટ છે. જેમ હંસ માનસરોવરમાં વસે છે તેમ સમ્યજ્ઞાનના સરોવરમાં જ્ઞાની વસે છે. આ માત્ર ચોથા આરામાં થયેલા જ્ઞાનની જ વાત નથી. પાંચમા આરામાં થઈ ગયેલા મુનિઓ જ આ વાત કરે છે કે ગમે તે ક્ષેત્રમાં હો કે ગમે તે કાળમાં હો જ્ઞાનીનો નિવાસ જ્ઞાનાનંદ સરોવરમાં જ છે. જ્ઞાનીઓના નિર્મળ ચિત્તમાં જ ધર્મનો નિવાસ હોય છે. શ્રી યોગીન્દ્રદેવનો આ અભિપ્રાય છે કે મને તો એમ ભાસે છે કે, આ જ્ઞાનમાં ભગવાન વસે છે. આગળ ૧૨૩ ગાથામાં પણ આ જ વાતને આચાર્યદવ દેઢ કરે છે. | મુમુક્ષુ આવી વાત સાંભળશે તો કોઈ મંદિર નહિ બંધાવે. પૂજ્ય ગુરુદેવશ્રી :–મંદિર કોણ બંધાવી શકે છે ! આ ભાઈએ એકલાએ રૂપિયા નાંખીને મંદિર બંધાવ્યું છે એમ કહેવાય છે પણ કોઈ વ્યક્તિ મંદિર બનાવી શકતાં નથી. મંદિર બને ત્યારે કોનો શુભ વિકલ્પ નિમિત્ત હતો તે બતાવવા નિમિત્તનું નામ દેવાય છે, બાકી કાર્ય તો જે કાળે થવાનું હોય ત્યારે થાય છે. અહીં તો કહે છે કે મંદિરમાં ભગવાન નથી. શ્રોતા :–તો ભગવાન ક્યાં છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : એ તો જ્યાં છે ત્યાં ગોતવા જાય તો ખબર પડે. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા પોતે જ ભગવાન છે તેને સમ્યજ્ઞાન દ્વારા શોધે તો અનુભવમાં આવે. એવા જ્ઞાનીને અશુભ વંચનાર્થે મંદિર, પ્રતિમાજી તેની ભક્તિ, પૂજા આદિના ભાવ હોય છે એ બધું આગળ કહેશે. પણ અહીં તો પરમાથદવ ક્યાં વસે છે તેની વાત કરે છે. ગાથાર્થ : આત્મદેવ દેવાલયમાં નથી પાષાણની પ્રતિમામાં પણ નથી, લેપમાં પણ નથી, ચિત્રામની મૂર્તિમાં પણ નથી. (લેપ અને ચિત્રામની મૂર્તિ લૌકિકજન બનાવે છે. પંડિતજન તો ધાતુ અને પાષાણની મૂર્તિને જ મૂર્તિ માને છે. લૌકિક દ્રષ્ટાંત માટે ગાથામાં લેપ અને ચિત્રામનું નામ આવી ગયું છે.) આ દેવ કોઈ જગ્યાએ રહેતો નથી. તે દેવ અક્ષય-અવિનાશી છે, કર્મના અંજનથી રહિત છે અને કેવળજ્ઞાનથી પૂર્ણ છે, એકલો જ્ઞાનનો

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540