Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 534
________________ પ્રવચન-૭૭ ] | પર૧ પૂંજ છે. આવો નિજપરમાત્મા સમભાવમાં સ્થિત છે અર્થાત્ સમભાવપરિણત સાધુના મનમાં પરમાત્મા વસે છે, અન્ય જગ્યાએ નહિ. ૧૨૩. જૈનદર્શનમાં વ્યવહારભક્તિમાં નિમિત્તરૂપે મંદિર અને ધાતુ અથવા પથ્થરના પ્રતિમાજી હોય છે પણ લેપ કે ચિત્રામની મૂર્તિ તો જૈનદર્શનમાં હોતી જ નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ સ્વરૂપનો જ આદર છે, રાગાદિનો આદર નથી. પણ અહીં તો મુક્તિના સાક્ષાત્ કારણભૂત એવા ચારિત્રની વિશેષતાથી વાત કરી છે તેથી સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન સહિત ત્રણ કષાયના અભાવવાળા સાધુના નિર્મળ ચિત્તમાં પરમાત્મા વસે છે એમ કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ સ્વરૂપનો જ આદર છે. રાગનો આદર નથી. પરમાત્મસ્વરૂપ જ તેને આદરણીય છે એમ કહો કે જ્ઞાનમાં પરમાત્મા વસે છે એમ કહો, બંને એક જ છે. પણ અહીં વિશેષ મુનિપણાની વાત લીધી છે કેમ કે ચારિત્ર મોક્ષનું સીધુ કારણ છે.મુનિને સમ્યક્ શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને ત્રણ કષાયના અભાવરૂપ શાંતિ એટલે કે સમભાવ વર્તે છે તેમાં તેનો નિરંજનદેવ વસી રહ્યો છે. મનમાં એટલે સમભાવમાં આત્મદેવ વસે છે. ભાવાર્થ :—જોકે, વ્યવહારનયથી ધર્મની પ્રવૃત્તિ માટે સ્થાપનારૂપ અરહંતદેવ દેવાલયમાં-મંદિરમાં બિરાજે છે. ધર્મ એટલે પુણ્યરૂપ વ્યવહારધર્મની પ્રવૃત્તિ માટે મંદિરમાં ધાતુ અથવા પાષાણના પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવે છે અને તેના દર્શન, પૂજન, ભક્તિ આદિ હોય છે પણ નિશ્ચયદેવ તો સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિના પરિણામમાં જ બિરાજે છે. તે પરિણામ કેવા હોય છે કે જેમાં શત્રુ હો કે મિત્ર હો બંને સમાન છે, સુખ હો કે દુઃખ હો બંને સંયોગ સમાન છે, જીવન હો કે મરણ હો બંને સમાન છે. આવા સમભાવરૂપી મંદિરમાં ચૈતન્યપરમાત્મા વસે છે. વીતરાગ સહજાનંદરૂપ પરમાત્મતત્ત્વના સમ્ય-શ્રદ્વાન-શાન ચારિત્રરૂપ અભેદ રત્નત્રયમાં લીન એવા જ્ઞાનીઓના સમચિત્તમાં પરમાત્મા વસે છે. શુભભાવમાં આત્મા વસે છે એમ ન કહ્યું પણ શુદ્ધ ઉપયોગમાં આત્મા વસે છે એમ કહે છે. આ જ રીતે અન્ય જગ્યાએ પણ સમચિત્તમાં પરિણત થયેલા મુનિઓનું લક્ષણ કહ્યું છે. જુઓ પ્રવચનસારના ત્રીજા અધ્યાયની ૪૧ મી ગાથા. આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં વર્તતા મુનિની વાત છે. ૧૨ મા ગુણસ્થાનવાળા મુનિની વાત નથી. પ્રવચનસારની ગાથાનો અર્થ એ છે કે જેને સુખ-દુઃખ સમાન છે એટલે કે, સંયોગો અનુકૂળ હો કે પ્રતિકૂળ હો પણ મુનિને-જ્ઞાનીને જ્ઞાતા-દૃષ્ટાપણામાં સમભાવ છે. ઉપસર્ગ હો, પરિષહ હો કે અનુકૂળ યોગ હો તેનાથી તે દુ:ખી કે સુખી થતાં નથી. ચિત્તમાં તેને સમભાવ જ રહે છે. શત્રુનો મોટો વર્ગ હો કે મિત્રોનો વર્ગ હો, કોઈ નિંદા કરતું હોય

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540