________________
૧o૨ )
[ ઘરમપ્રકાશ પ્રવચનો
સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વના તાળા તૂટી જાય છે અને અતીન્દ્રિય આનંદના નાથના દર્શન થાય છે. ખજાના ખૂલી જાય છે તેથી જે આનંદ આવે છે તે આનંદ તેને અંદરમાં સ્થિર થવા માટે લલચાવે છે. બહારની લાલચ તેને છૂટી જાય છે. અસ્થિરતાવશ રાગ રહે છે પણ તેનો તેને પ્રેમ રહેતો નથી. ઉગ્ર સ્થિરતા દ્વારા જેણે આવા ભગવાન આત્માને પર્યાયમાં પ્રગટ કર્યો છે તે તપોધન છે.
જુઓ ! મુનિને તપોધન કરીને બીજાને ભિખારી ઠરાવ્યા. છતે પૈસે કોઈ ભિખારી કહેવાય ! હા. કેમ કે પૈસા ક્યાં તારાં હતાં? તારો તો છતો પદાર્થ આત્મા છે, તેનું છતાપણું અસ્તિત્વ સ્વીકાર તો અંદરનું આત્મધન પ્રગટ થાય–જ્ઞાન અને આનંદની લક્ષ્મી પ્રગટ થાય.
જેની પાસે કપરૂપી ધન છે તથા બધાં એટલે પાંચેય ઇન્દ્રિયના વિષયોનો સંબંધ જેણે છોડી દીધો છે એવા સાધુ મુનિ જ આ જગતમાં સુખી છે.
આ ૧૧૭ ગાથા પૂરી થઈ. હવે ૧૧૮ ગાથામાં જિનવરનો દાખલો આપીને જીવને ઊંચો કરે છે.
વૈરાગી મુનિ જ નિજ આત્માને જાણતાં થકાં નિર્વિકલ્પ સુખને પામે છે. પરદ્રવ્ય અને વિકલ્પથી જેને વૈરાગ્ય થયો છે અને આત્માનો આશ્રય લીધો છે તે જ સાચા સુખને પામે છે.
ગાથાર્થ –નિજ શુદ્ધાત્માના દર્શનમાં જે અનંત અદ્ભુત સુખ મુનિ-અવસ્થામાં જિનશ્વરદેવોને થાય છે તે સુખ વીતરાગભાવનામાં, પરિણત થયેલાં મુનિરાજ નિજ શુદ્ધાત્માને તથા રાગાદિ રહિત શાંતભાવને જાણતાં થકા પામે છે. ૧૧૮.
અહીં તીર્થંકર ભગવાનની મુનિ અવસ્થાનું દાંત આપીને વીતરાગભાવનાવાળા મુનિઓની વાત કરી છે. જેના ઘરે છ-છ ખંડના રાજ્ય હતાં, ૯૬000 પદ્મણી જેવી સ્ત્રી હતી, વૈભવનો પાર ન હતો એવા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ગૃહસ્થ અવસ્થામાં હોવા છતાં તે બધાં વૈભવને પર માનતાં હતાં, પોતાનો માનતા ન હતાં પણ અસ્થિરતાવશ તેના પ્રત્યેનો વિકલ્પ હતો તેને પણ છોડીને જ્યારે તેઓ મુનિ થયા-દીક્ષા લીધી એટલે જાણે હળવા થઈ ગયાં. પર તરફની લાગણીનો ભાર હતો તે ઉતરી ગયો, આત્માના આનંદની હેર આવવા માંડી, તેનું નામ જ દીક્ષા છે.
જુઓ ! આ મુનિપણાની વાત છે. શ્રેણી માંડે એવી ઉગ્રદશાની વાત નથી. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની વાત છે.
આત્મા પરમાનંદની મૂર્તિ છે તેને દૃષ્ટિમાં લઈને રાગ-દ્વેષથી પાછા હટી વૈરાગ્યપૂર્વક આત્માના આનંદને ભોગવતાં મુનિરાજની દશા જોઈને લોકોને એમ લાગે કે મુનિને તો