Book Title: Parmatma Prakash Pravachan Part 01
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 512
________________ પ્રવચન-૭૪ ) I SEE આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્મા અનંત આનંદનો કંદ છે. તેની દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ વસ્તુને અનુભવે તેની કરતાં મુનિ વીતરાગી સ્થિરતા દ્વારા વસ્તુને અનુભવે છે તેથી તેના આનંદને “અનંતઆનંદ' કહે છે. બંધમાર્ગ દુઃખમાં જાય છે અને મોક્ષમાર્ગ આનંદમાં જાય છે. મિથ્યાશલ્ય અને રાગ-દ્વેષના ભાવ દુઃખરૂપ છે તે બંધમાર્ગ છે અને ભગવાન આત્માને નિઃશલ્ય દેષ્ટિ અને સ્થિરતા દ્વારા અનુભવતા આનંદ આવે છે તે અનંત છે. આ અનંત અતીન્દ્રિય આનંદ પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદરૂપ મોક્ષનું કારણ છે. શ્રોતા આ છઠ્ઠા ગુણસ્થાનથી માંડીને મુનિદશામાં આવતા આનંદની વાત છે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી –હા. આનંદ તો સમ્યગ્દષ્ટિને ચોથાથી પણ આવે છે પણ અહીં તો મુનિએ સમ્યગ્દર્શન-શાન સહિત ચારિત્રના વિશેષ આનંદની વાત કરી છે. કોઈ એમ કહે કે અરે ! મુનિને તો બહુ પરિષહ સહન કરવા પડે, બહુ કષ્ટ વેઠવા પડે..તેની સામે આ વાત કરે છે કે મુનિ તો અનંત આનંદને અનુભવે છે. તે મુનિના સ્વરૂપને સમજ્યો જ નથી એટલે તને મુનિપણામાં કષ્ટ છે એમ દેખાય છે. મોક્ષમાર્ગ રમતાં મુનિની દશા કવી હોય તેની તને ખબર નથી. મુનિ તો આનંદના ઝૂલે ઝૂલે છે માટે મુનિને દુઃખ છે. એ વાત રહેવા દેજે–છોડી દેજે. અતીન્દ્રિય આનંદમાં રમવું એનું નામ દીક્ષા છે. કપડાં છોડવા કે પંચમહાવ્રત પાળવા, નગ્ન રહેવું, તે દીક્ષા નથી. રાગ તો દુઃખરૂપ દશા છે. દુઃખરૂપ દશાને દીક્ષા કેમ કહેવાય ! મુનિ તો અતીન્દ્રિય આનંદના ઝરણાને અંદરમાં પીવે છે. નિર્વિકલ્પ આનંદરસ પીવે છે તે મુનિ છે, તે મોક્ષમાર્ગી છે. મુનિદશા આકરી છે એટલે કે ઉત્કૃષ્ટ પુરુષાર્થે પ્રાપ્ત થાય તેવી "છે, આકરી એટલે દુઃખરૂપ છે—એમ નથી. ભાવાર્થ : અહો ! મુનિને અત્યંતરથી જેટલો મિથ્યાત્વનો પરિગ્રહ ગયો, અસ્થિરતાનો પરિગ્રહ જેટલો ગયો એટલા જ પ્રમાણમાં બાહ્યમાં નિમિત્તરૂપ પરિગ્રહનો સંબંધ પણ છૂટી ગયો. વસ્ત્ર, પાત્રાદિનો સંબંધ છૂટી ગયો. મોક્ષના મારગ કોઈ અલૌકિક છે, લોકો કલ્પીને બેઠા છે એવો મોક્ષનો મારગ નથી. બાહ્ય અંતરંગ પરિગ્રહથી રહિત નિજ શુદ્ધાત્માની ભાવના એટલે અતીન્દ્રિય આનંદના ધામ એવા શુદ્ધાત્માની ભાવના એટલે અંતરમાં એકાગ્રતા. શલ્યમાં અને રાગમાં એકાગ્રતા હતી તે છૂટીને નિઃશલ્ય દષ્ટિ અને સ્થિરતામાં એકાગ્રતા થઈ છે તેનાથી મહામુનિઓને જે આનંદ પ્રાપ્ત થાય છે તે રાગ વિનાનો અતીન્દ્રિય આનંદ છે એવો આનંદ રાગીઓને ક્યાંથી મળે? કરોડપતિ, અબજોપતિઓ મોટરમાં ફરતાં હોય અને પોતાને સુખી માનતાં હોય પણ મિથ્યાશલ્ય અને રાગસહિતનું સુખ તે સુખ જ નથી. ભગવાન આત્મા તરફના

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540