________________
[ પરમાWકાશ પ્રવચનો હવે અહીં સંકલ્પ-વિકલ્પનું સ્વરૂપ કહે છે. સ્ત્રી, પુત્રાદિ બાહ્ય સચેતન વસ્તુ અને ચાંદી, સોના, રત્નમણિના આભૂષણાદિ અચેતન પદાર્થને પોતાના માનવારૂપ મમત્વ પરિણામ તે “સંકલ્પ” છે. ભગવાન ચૈતન્ય આત્માને છોડીને બાહ્ય પદાર્થમાં મારાપણાની કલ્પના કરે છે કે આ બધાં અમારા છે, આ અમારો પરિવાર છે, આ અમારું સોનું છે, અમારા દાગીના છે, આ શરીર, સ્ત્રી, પુત્રાદિ બધું મારું છે તેને છોડીને બાવો થઈ જાઉં તો મારા ન કહેવાય પણ અત્યારે તો બધાં મારા છે. તેને કહે છે કે ભાઈ ! તું બાવો જ છો. કોઈ તારું નથી. તું એ બધાંથી રહિત ભગવાન આત્મા છો.
દેવ-શામ-ગુરુ પણ મારા છે, મને લાભ કરનારા છે એવા પરિણામ તે મિથ્યા સંકલ્પ છે. પરવસ્તુ ત્રણકાળ, ત્રણલોકમાં તારી નથી. ભાઈ ! કાળ અને ક્ષેત્રમાં પરચીજ તારી નથી તો ભાવમાં તો એ તારી ક્યાંથી હોય? બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી. એકબીજાને બહુ પ્રેમ હોય તો પણ કોઈ કોઈનું નથી. બાપુ ! આ દીકરા તારા નથી. તારી નિર્મળ પર્યાય થાય એ તારા દીકરા છે.
આ મિથ્યા સંકલ્પોમાં પ્રભુ ! તારી આહુતિ અપાય છે. હું આત્મા, આ બધામાં છું એમ કરીને તું તારી આહુતિ આપે છો. પોતાનો જ્ઞાતા-દ્રષ્ટા, અનંત ગુણનો નાથ ભગવાન આત્માને મિથ્યા સંકલ્પોમાં હોમી નાંખે છે.
હું સુખી છું, બાયડી, છોકરાં, પૈસૈ–ટકે હું સુખી છું એવા વિકલ્પ તે મિથ્યા–જૂઠા, • પાપમય વિકલ્પ છે. હું સુખી છું, દુઃખી છું ઇત્યાદિ હરખ-શોખનાં પરિણામ થાય તે વિકલ્પ છે. અહીં સંકલ્પ, વિકલ્પ બંનેને મિથ્યાત્વના પરિણામ તરીકે લીધાં છે.
પાંચ-દશ કરોડનો આશામી હોય અને દીકરાના લગ્ન થતાં હોય, છૂટા હાથે પૈસા વાપરતો હોય એને હરખ ન માંય, બાયુને પણ હરખ સમાતો ન હોય. ગળું બેસી જાય તોય ગીત ગાય. છેલ્લા–પહેલાં એક લગ્ન છે, માણી લઈએ. આવા બધાં જ હરખના પરિણામ તે વિકલ્પ છે.
પોતાના દ્રવ્યને ભૂલીને પરને જ પોતાના માનવા તે સંકલ્પ છે અને પોતાના આનંદના વેદનને ભૂલીને સુખ–દુઃખના વેદનને જ પોતાનું વેદન માનવું તે વિકલ્પ છે. દિગંબર સંતોની વ્યાખ્યા જ આખી દુનિયાથી નિરાળી છે. જ્યાં જ્યાં સંકલ્પ-વિકલ્પની વાત આવે ત્યાં તેનું લક્ષણ આમ જાણવું.