________________
નજર નાખતાં ન્યાલ થવાય એવો
પરમાત્મા પોતે જ છે
(સળંગ પ્રવચન નં. ૬૪) आत्मा दर्शनं केवलोऽपि अन्यः सर्वः व्यवहारः। ઇવ ઇવ યોનિનું ધ્યાયતે : નૈનોવથી સાર://૬દ્દા आत्मानं ध्यायस्व निर्मलं किं बहुना अन्येन ।
यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन ।।६७॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૯૬મી ગાથા છે. આચાર્યદેવ કહે છે કે નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જ સમ્યગ્દર્શન છે બાકી બધો વ્યવહાર છે.
અર્થ :–માત્ર એક આત્મા જ સમ્યગ્દર્શન છે, બાકી બધો વ્યવહાર છે માટે છે યોગી! એક આત્માનું જ ધ્યાન કરવાયોગ્ય છે કે જે ત્રણલોકમાં સાર છે.
ભગવાન આત્મા શુદ્ધ અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેની અંતર અનુભવમાં પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, તે આત્માનું જ સ્વરૂપ છે, તે આત્મા જ છે, તે જ સમ્યગ્દર્શન છે તે બાકી બધો વ્યવહાર કહેવામાં આવે છે. નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા, સ્વ-પરની શ્રદ્ધા, દેવ, શાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા એ બધામાં ભેદ પડતો હોવાથી તેને વ્યવહાર કહેવાય છે.
હે યોગી ! એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. નવતત્ત્વની શ્રદ્ધાને પણ વિકલ્પાત્મક ગણીને તેને વ્યવહાર કહ્યો છે. બીજાની અપેક્ષાથી જુદું પડેલું તત્ત્વ એકરૂપ અભેદ છે તેથી નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધાને પણ વ્યવહાર કરી દીધી છે. અંતર સ્વભાવના અનુભવજ્ઞાનમાં જે પ્રતીતિ થાય છે તે વસ્તુથી જુદી નથી, એક જ છે.
એક સમયમાં જે પૂર્ણ ચેતજવસ્તુ છે તે ત્રણલોકમાં સાર છે, ત્રણલોકમાં આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ કે વિકલ્પ સાર નથી, એક આત્મા જ સાર છે, તેનો આશ્રય કરીને નિર્વિકલ્પ શાંતિ, શ્રદ્ધા આદિ પ્રગટ કરવા તેનું નામ સમ્યગ્દર્શન છે.
આ વાત ચર્ચાનો વિષય છે તેથી મોક્ષમાર્ગ પ્રકાશકના નવમા અધિકારમાં તેની ઘણી છણાવટ કરી છે કે (૧) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (૨) સાતતત્ત્વની શ્રદ્ધા (૩) સ્વપરની શ્રદ્ધા (૪) સ્વની શ્રદ્ધા, એ ચારેયમાંથી એક પણ શ્રદ્ધા જ્યાં યથાર્થ હોય ત્યાં ચારેય શ્રદ્ધા હોય જ છે. શાસ્ત્રમાં કયાંક દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે, ક્યાંક સાતતત્ત્વની શ્રદ્ધા તે સમ્યકત્વ છે એમ કહ્યું, ક્યાંક પોતાના આત્માની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે એમ કથન જુદાં જુદાં આવે પણ જો એક શ્રદ્ધા યથાર્થ છે તો તેમાં