________________
૪૫૦
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કરો. રાગથી કે રાગવાળા જ્ઞાનથી તો આત્મા ન જણાય એટલે તો શિષ્ય નિર્ણય કર્યો છે તેથી નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદનજ્ઞાનનું સ્વરૂપ પૂછે છે.
શિષ્ય કહે છે—પરના લક્ષવાળુ જ્ઞાન કે રાગના લક્ષવાળા જ્ઞાનનું મારે કામ નથી. મારે તો વીતરાગી જ્ઞાન જોઈએ છે. યેન જ્ઞાનેન એટલે જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન મારે પ્રગટ કરવું છે. આત્મા તો વીતરાગી જ્ઞાનની મૂર્તિ છે. વીતરાગ એટલે નિર્દોષ જ્ઞાનની મૂર્તિ છે. માટે તે જ્ઞાનની નિર્દોષ પર્યાયવડે જ જણાય એ વાત નક્કી છે તો હવે નિર્દોષજ્ઞાનનું સ્વરૂપ મને સમજાવો.
આત્મા કેવો છે?—કે શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવી છે. શુદ્ધ એટલે નિર્મળ નિર્દોષવીતરાગ-પવિત્ર. બુદ્ધ એટલે જ્ઞાનનો પિંડ છે અને એક એટલે અનંત ગુણ અભેદપણે એકરૂપે રહેલા હોવાથી આત્મા એકસ્વભાવી છે. તે પોતાનો આત્મા વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી જ જણાય છે. બીજાં શાસ્ત્ર ભણતરથી કે લોકાલોકના જ્ઞાનથી કે બીજાને સમજાવવાથી મારા આત્માનું જ્ઞાન થતું નથી માટે તે કોઈનું મારે પ્રયોજન નથી. મને તો એક મારા આત્માનું જ્ઞાન શીખવો. હું બીજાને શિખવાડી શકું એવું જ્ઞાન મને આપો એવું શિષ્ય માંગતો નથી.
દયા, દાન, વ્રત, ભક્તિના રાગથી આત્મા જણાય તેવો નથી માટે એવા વિકલ્પોથી મારે પ્રયોજન નથી. શિષ્યની ભૂમિકા એવી સુધરેલી છે કે તેને બીજો કોઈ પ્રશ્ન ઊઠતો નથી. મને તો મારો આત્મા જણાય એવું જ્ઞાન સમજાવો. શિષ્ય ભૂમિકા સુધારીને પ્રશ્ન કર્યો છે. બીજાં કોઈ વિકલ્પોથી મારે પ્રયોજન નથી કેમકે તે તો બધાં રાગાદિ વધારવાવાળા છે. આત્માની શાંતિને વધારનારા નથી.
શિષ્યની પાત્રતા કેવી હોય, તેને આત્મા સમજવાની કેવી ધગશ હોય તેનું આ વર્ણન છે. શ્રીમમાં પણ આવે છે ને !....બીજો નહિ મનરોગ. કંઈક શીખીએ, બીજાને જવાબ દેતા આવડે, બીજાથી અધિક થઈએ, વાદવિવાદ કરતા આવડે એવું કાંઈ તેને શીખવું નથી. એ કાંઈ અમારું કામ નથી. અમને તો અમારો શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવ આત્મા કેમ પમાય એ વાત કરો.
નિજ શુદ્ધાત્મ અનુભવરૂપ નિજજ્ઞાન કે જે મિથ્યાભ્રાંતિ, અજ્ઞાન અને રાગાદિ મેલથી રહિત છે એવા નિજ શુદ્ધાત્માના અનુભવજ્ઞાનવડે અંતર્મુહૂર્તમાં જ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે. પરમાત્મા એટલે પોતાના શુદ્ધસ્વભાવનું જ્ઞાન થાય છે. આહાહા....! આમાં એકલું માખણ ભર્યું છે. જે જ્ઞાનવડે નિજશુદ્ધાત્મા અનુભવમાં આવે છે તે જ્ઞાનમાં ક્ષણમાં પરમાત્મસ્વરૂપ જણાય છે માટે તે જ્ઞાન જ ઉપાદેય છે. શુદ્ધાત્મા તો ઉપાદેય છે જ. પણ, પ્રગટ કરવાની અપેક્ષાએ સ્વસંવેદનજ્ઞાન ઉપાદેય છે માટે શિષ્યે એ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવાની ગુરુને પ્રાર્થના કરી.