________________
પ્રવચન-૭૧ ]
| ૪૭૩
મહાત્મા છે, તે પરલોક છે. તે સિવાય મોટો ચક્રવર્તી હોય તે પણ મહાજન નથી. જેને લોકો ‘મહાજન' કહે છે તે મહાજન નથી.
‘મહાજન' તો તેને કહીએ કે જેણે નિજવસ્તુસ્વરૂપમાં મતિને સ્થાપી છે. એ રીતે જ્ઞાનીને ‘મહાજન' કહેવાય. બાકી કોઈ મહાજન નથી. પર્યુષણ આદિ મોટા પ્રસંગોમાં કાંઈક આગળ પડીને કામ કરીને કે પૈસા વાપરીને પોતાની સત્તા કાંઈક છે એમ દેખાડવા માગે છે—એવું બધું અનેક જગ્યાએ બનતું હોય છે—તે કોઈ મોટા નથી. અહીં તો આત્માના સ્વભાવમાં આગળ પડે તે ‘મહાજન' છે. પૈસાવાળાની ખુરશી ભલે પહેલી મૂકાતી હોય પણ તે મહાજન નથી.
માત્ર ધારણામાં આગળ વધીને નવ અંગની ધારણા કરી હોય કે અગિયાર અંગ ભણી ગયો હોય તે પણ ‘મહાજન' નથી. દુનિયા ભલે તેને મોટો મહાત્મા માનતી હોય, ખૂબ પ્રસિદ્ધિ મેળવી હોય પણ તેની મતિ આત્મામાં ગઈ નથી માટે તે મહાજન નથી. ઘણીવાર દુર્જનને પણ મોટો માણસ કહેવાતો હોય છે. મોટાની વાતો ધિ મોટી હોય' એમ પણ કહેવાય છે એ બધાં ગાંડામાં મોટા છે. આત્માના પંથમાં મોટા નથી.
જેની મતિ જેવી હોય તેવી જ તેની ગતિ થાય છે. જેની મતિ શુદ્ધ દ્રવ્યસ્વભાવમાં ઠરી છે તેની ગતિ પરમાત્માની થશે અર્થાત્ તે પરમાત્મપદને પામશે. અને જેની મતિ પુણ્ય-પાપના વિકલ્પોમાં ચોંટી છે તે બધાં દીર્ઘસંસારી છે. જુઓ ! શુભરાગમાં પણ જેની મતિ ચોંટી છે તેને ચારગતિમાં રખડવાનું ફળ મળશે.
જે જીવોનું મન નિજવસ્તુમાં છે તેને નિજપદની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનાનંદ નિજસ્વભાવમાં જેની મતિ એટલે ચિત્ત-દૃષ્ટિ-મન લાગ્યું છે તેને પરમાત્મપદની પ્રાપ્તિ થાય જ છે તેમાં સંદેહ નથી. જિનવરદેવે કહેલી આ વાત છે કે જેવી મતિ તેવી તેની ગતિ.’
ભાવાર્થ ઃ—જો જીવ આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનની આધીનતાથી પોતાની શુદ્ધાત્મભાવનાથી રહિત થયો થકો રાગાદિ પરભાવોમાં પરિણમન કરે છે તો તે દીર્ઘસંસારી થાય છે અને જો જીવ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ પરમાત્મતત્ત્વમાં ભાવના કરે છે તો તે મોક્ષ પામે છે. આમ જાણીને સર્વ રાગાદિ વિકલ્પોને ત્યાગીને તે પરમાત્મતત્ત્વમાં જ ભાવના કરવી જોઈએ.
જેણે પોતાની મતિને પુણ્ય-પાપરાગમાં સ્થાપી છે તે આર્ત્ત-રૌદ્રધ્યાનવાળો જીવ તેની આધીનતાથી પોતાના શુદ્ધાત્માની ભાવનાથી રહિત રહે છે તેની દૃષ્ટિ તો બસ પુણ્ય-પાપ વિકાર ઉપર જ છે તેથી એ વિકાર કેમ વધે તેની ઉપર જ તેનું લક્ષ છે. એ જીવ શુદ્ધાત્મભાવનાથી રહિત છે. દ્રવ્યલિંગી સાધુ મરીને નવમી ઐવેઈક જાય છે પણ તેની મતિ તો વિકલ્પમાં જ સ્થપાયેલી છે તેથી તેની ગતિ આત્મામાં થતી નથી. બે જ જાતની