________________
પ્રવચન-૬૪)
[ ૪૧૯ છે. જેને હિન્દીમાં તમે ઠંડાઈ કહો છો તે ઠંડાઈની જેમ, શુદ્ધાત્માનુભૂતિમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્ર આદિ અનેક પર્યાયોથી આત્મા પરિણમેલો છે તોપણ અભેદનયથી તે એક આત્માનો જ અનુભવ છે અથવા આત્મા જ છે.
આવી વાત કોઈએ સાંભળી ન હોય એટલે આ શું કહે છે એમ થાય. આખી જિંદગી બધાંએ પૈસા માટે મજૂરી જ કરી છે. બધાં મોટા મજૂર છો. આખો દિવસ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પો કર્યા છે તે મજૂરી છે. પરપદાર્થને ઊંચકીને લઈ જવા એ મજૂરી નથી. પરનું તો આત્મા કાંઈ કરી શકતો જ નથી પણ આ આમ લઈ જાઊં ને આમ મૂકું એવા રાગની મજરી જીવે કરી છે. એ પણ સ્ત્રી, પુત્રાદિ માટે એણે મજૂરી જ કરી છે. 'અહીં તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગને પણ ધર્મ કે સમ્યગ્દર્શન કહેતાં નથી, એ માત્ર શુભરાગ છે અને વેપાર-ધંધા એ મજુરી છે–પાપ છે.
૩પ હંસપુ વસ્તુ કહીને જોર તો દર્શન ઉપર આપ્યું છે પણ પાઠમાં જ્ઞાન અને ચારિત્ર પણ લઈ લીધાં છે. પૂર્ણ પરમાત્મ નિજ વસ્તુમાં દેષ્ટિ મૂકતાં જે નિર્વિકલ્પ શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે તેની સાથે જ્ઞાન પણ સમ્યફ થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર પણ છે. આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયનું પરિણમન હોવા છતાં તેને આત્માના પરિણામ તરીકે એક આત્મા પણ કહેવામાં આવે છે.
આ ભગવાન આત્માની જાત્રા કરવી તે ખરી જાત્રા છે. બાકી, ભગવાનના સ્થાનોની જાત્રાનો રાગ, અશુભરાગથી બચવા માટે હોય છે પણ આ અનંતગુણના નાથ ઉપર ક્રમે ક્રમે ચડવું –અંદરમાં રમવું તેને ભગવાન, “યાત્રા' કહે છે.
આત્મા અરૂપી છે પણ ગુણો અપાર ભરેલા છે. અપાર....અપાર....અપાર ગુણો. ખાણમાંથી જેમ રત્નના થરના થર નીકળે પણ એ તો ઘસવા પડે અને ટૂકડાં ટૂકડાં હોય જ્યારે આત્મામાં તો અનંત ગુણો છે અને તે પણ ટૂકડાં નહિ અભેદ છે. તેમાં જ્ઞાન અને આનંદને મુખ્ય ગણ્યાં છે પણ ગુણો તો અનંત છે. જ્ઞાન અસાધારણ છે અને આનંદ એ સુખરૂપ દશા છે એવા જ્ઞાનાનંદથી ભગવાન આત્મા છલોછલ ભરેલો છે એનું ભાન કરે તો તે અનુભવમાં આવે પણ ભાન જ કરતો નથી કેમ કે એને બહારના વેપાર-ધંધા, કુટુંબ આદિની મહિમા અંદરમાં પડી છે. કોઈનો દીકરો જ કહેતો હતો કે “મારા બાપુજીને અંદરમાં મારો માટે બહુ પડ્યો છે...અરે ! પણ કોના દીકરા અને કોના બાપ ! ભગવાન...! તું પોતે પોતાને અનાદિથી ભૂલી ગયો છો તું ભૂલેલો ભગવાન છો.
અંતરમાં શુદ્ધાત્માને એકને જ ઓળખીને તેનું ધ્યેય બનાવીને તેની દૃષ્ટિ કરવી, તેનું જ્ઞાન કરવું અને તેનું ધ્યાન કરીને તેમાં ઠરવું એ એક જ કરવા જેવું કાર્ય છે, એ જ મોક્ષમાર્ગ છે, તે જ સત્ય છે, બાકી બધું જૂઠું છે. ધૂળના ઢગલામાં કાંઈ નથી, હોળી છે. ચૈતન્યરત્ન તો અહીં પોતાની પાસે છે. વીતરાગ કહે છે તું ત્યાગી થયો, વ્રતધારી થયો