________________
પ્રવચન-૨૬ ]
| ૧૪૧
આ કોઈ સાંભળી લેવાની કે ધારણામાં ધારી લેવાની વાત નથી. આ તો આત્માને ઉપાદેય કરવાની વાત છે. વિકલ્પ રહિત દૃષ્ટિ કરીને ધર્મીએ એક આત્મા જ ધ્યાવવા યોગ્ય છે.
હવે ૩૯મી ગાથામાં મુનિરાજ મોક્ષના કારણરૂપ આત્માને બતાવે છે.
જેણે પરમાનંદસ્વભાવમાં જોડાણ કર્યું છે તેણે ચિદાનંદરાજાની પેઢીએ ધંધો શરૂ કર્યો છે. પૂર્ણ મુક્ત-સ્વરૂપ સ્વભાવનો આદર કરનારી પર્યાય જ મુક્તિનું કારણ છે. રાગ, દયા, દાનાદિના પરિણામને કોઇ મુક્તિનું કારણ માને તો એ ખોટું છે. આત્મા એક સમયમાં જ્ઞાન-આનંદની મૂર્તિ છે તેને જ નિરંતર આદરવા યોગ્ય છે કેમ કે તે એક જ નિરંતર મુક્તિનું કારણ છે. વચ્ચે શુભભાવ આવે તે પણ મુક્તિનું કારણ છે એમ નથી. વચ્ચે શુભ વ્યવહાર આવે ભલે પણ તે મુક્તિનું કારણ નથી.
લોકો શિવરાત્રિના સકરકંદ શેકીને ખાય છે ને ! અહીં કહે છે આ આત્મા જ્ઞાનાનંદનો કંદ છે તેને નિરંતર ખાવા યોગ્ય છે સેવવા યોગ્ય છે. જ્ઞાનાનંદને સેવ....સેવ....ધર્મના ધારક એવા ધર્મી જીવના વૃંદને એટલે સમૂહને એક ભગવાન આત્મા જ સેવવા લાયક છે. કેમકે એ જ મુક્તિનું કારણ છે. એવી દૃઢ શ્રદ્ધા કરે કે ભગવાન પૂર્ણાનંદના નાથ તરફનું વલણ એક જ મોક્ષનું કારણ છે બીજુ કાંઈ નહિ એવી પાકી શ્રદ્ધા કરે તો વીર્ય સ્વભાવસન્મુખ વળ્યા વગર રહે નહિ.
જ્યાં જે હોય, ત્યાંથી આવે ને ! લોઢાની ખાણમાંથી સોનું ન આવે પણ સોનાની ખાણમાંથી જ સોનું નીકળે તેમ રાગાદિ વિકલ્પની ખાણ એ તો લોઢાની ખાણ છે તેમાંથી ચૈતન્ય સોનું ન નીકળે ચૈતન્યની ખાણમાંથી જ જ્ઞાન-આનંદ આદિ નીકળે.
વર્તમાનમાં મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજતાં સીમંધર ભગવાન અને બીજાં પણ અનંત તીર્થંકરો જગતને ફરમાવે છે ને ભાઈ ! પ્રભુ ! તારા પૂર્ણાનંદનો નાથ તું પોતે છો. તેનું માહાત્મ્ય કરીને અંતરમાં એકાગ્રતા કર. નિરંતર આ જ્ઞાનમય, આનંદમય આત્મા તે હું એમ ધ્યાન કરવા લાયક છે.
આમ કહે કે અમે ભગવાનને ભજીએ છીએ પણ ભગવાન શું કહે છે તેની તો ખબર નથી. આ તો ‘ઓઢણું ધણીનું અને ધણીની આજ્ઞા માનવી નહિ.'.....એના જેવી વાત છે. સગપણ કર્યું હોય, છોકરી જાણતી હોય કે ધણી પાંચ-પચીશ લાખનો આસામી છે, જુવાન છે.....વિગેરે પણ આવે ત્યારે ઓળખે નહિ તો શું કામનું ? એમ ભગવાનની ભક્તિ કરે, દયા, દાનાદિ કરે પણ ભગવાન કોણ છે ? તે શું કહે છે? એ સમજે નહિ તો શા કામનું?
નિરંતર નિજ શુદ્ધાત્માને ધ્યાવવો એ એક જ મોક્ષનો મારગ છે. મોક્ષમાર્ગ બે