________________
૨૨૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
‘હું દેહપણે ઉપજ્યો’ એમ માનીને અજ્ઞાની દેહના ઉત્પાદ્વ્યયને પોતાના ઉત્પા ્વ્યય માની રહ્યો છે. પણ દેહના ઉત્પાદ્-વ્યય તો જડ પરમાણુની યોગ્યતામાં થાય છે. શરીરમાં જે પરમાણુ છે તે ધ્રુવ રહીને જુદી જુદી અવસ્થાપણે ઉપજે છે તે કાંઈ આત્માની અવસ્થા નથી.
અહીં તો એ સિદ્ધ કરવું છે કે જે પર્યાય થાય છે તે ધ્રુવમાં નથી અને તે પર્યાય જડમાં પણ નથી અને જડના કારણે પણ નથી. જડની શક્તિ જડમાં છે. દેહપણે પરમાણુ ઉપજે છે, આત્મા ઉપજતો નથી. આત્મામાં બે ભાગ છે એક ધ્રુવ–નિત્ય અને એક અનિત્ય—પર્યાય. જે ધ્રુવ ભાગ નિત્ય છે તે પર્યાયમાં આવતું નથી અને પર્યાયનો નાશ થતાં તે નાશ પામતું નથી અને પર્યાયના ઉત્પાદ્-વ્યયનું તે કાર્ય પણ નથી.
આત્માના બંને ભાગદ્રવ્ય અને પર્યાય—તે પરદ્રવ્યથી તો બંને ભિન્ન છે. આત્મા મનુષ્ય આદિ પર્યાયપણે ઉપજ્યો એટલે શું તે મનુષ્ય દેહપણે ઉપજ્યો છે ? નહિ. દેહપણે તો દેહના પરમાણુની પર્યાય ઉપજી છે. આત્મા તે દેહપણે ઉપજતો કે નાશ પામતો નથી. દેહનો તો આત્મામાં સદાય અભાવ જ છે. તે જડના કારણે જીવની પર્યાય ઉપજે છે કે નાશ પામે છે એમ તો છે જ નહિ. શરીરમાં તો રોટલી, દાળ, ભાત, શાકના પરમાણુ પોતે ધ્રુવ રહીને શરીરમાં લોહી, હાડકાં આદિની પર્યાયપણે ઉપજ્યા છે, શરીરની પર્યાય ઉપજી છે તેનું ધ્રુવ તો ધ્રુવ છે. પરમાણુ ધ્રુવ રહીને પર્યાય ઉપજે છે અને વિણસે છે.
આત્માની પર્યાય પણ સ્વતંત્ર છે અને ધ્રુવ પણ સ્વતંત્ર છે. પરદ્રવ્ય તો સ્વતંત્ર છે જ. ધ્રુવને કારણે પર્યાય પલટે છે કે પર્યાયને કારણે ધ્રુવ રહે છે એમ નથી. ઉત્પાદ્વ્યયમાં ધ્રુવ આવતું જ નથી. તો શિષ્યનો પ્રશ્ન છે કે સિદ્ધને ઉત્પાદ્-વ્યય કેવી રીતે છે! સિદ્ધને વિભાવપર્યાય તો છે જ નહિ માત્ર સ્વભાવપર્યાય છે તો તેનો ઉત્પા ્વ્યય કેવી રીતે થાય છે?
જૈનકુળમાં જન્મ લેવાથી જૈન નહિ થવાય ભાઈ ! જૈનનું સ્વરૂપ સમજીને જૈન થવાય છે. ‘અમે જૈન છીએ' તો સર્વજ્ઞપરમાત્માએ કહેલાં તત્ત્વનું સ્વરૂપ સમજવું જોઈએ. જીવ પરના પર્યાયને તો કરતો જ નથી પણ ધ્રુવ જીવ પોતાની પર્યાયને પણ ઉપજાવતો કે નાશ કરતો નથી. અહીં આ શિષ્યને એટલું તો સમજાય ગયું છે કે જુદી જુદી વિભાવની યોગ્યતાપણે જીવની પર્યાય ઉપજે છે અને વિણસે છે. સંસારીજીવની ભવ અને ભાવની યોગ્યતા પર્યાયમાં ઉપજે છે અને વિણસે છે પણ સિદ્ધ ભગવાનને તો કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય આદિ બધી સ્વભાવપર્યાય પ્રગટ થઈ ગઈ છે અને તે તો સદા એકરૂપ અખંડ અવિનશ્વર રહે છે અને વિભાવપર્યાય તો કોઈ છે નહિ તો કોનો ઉત્પાદ્ થાય છે અને કોનો નાશ થાય છે ?
પ્રભુ ! આપે તો આખો એક સિદ્ધાંત કહ્યો કે ધ્રુવ તે પર્યાયપણે ઉપજે નહિ અને નાશ પામે નહિ. પર્યાય પોતે ઉપજે અને વિણસે છે તો સંસારમાં તો વિભાવની યોગ્યતા