________________
૪૧૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો દિવ્યધ્વનિ એમ કહે છે કે અમારી સામે જોવાથી તેને લાભ નહિ થાય, અમને સાંભળવાના લક્ષે તને લાભ નહિ થાય. જય ધવલમાં બે ગાથા ખાસ મૂકી છે કે આ સાંભળ! સૂણ!..જે એમ સંભળાવે છે કે તું આત્મામાં જા એવી વાત તું સાંભળ, જે તારે કરવાનું છે તે અમારે કહેવાનું છે.
તીર્થ અને ગુરુની વ્યાખ્યા આવી ગઈ હવે દેવની વ્યાખ્યા–પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતા માટે વ્યવહારનયથી જિનપ્રતિમા આદિને દેવ કહેવાય છે. તીર્થરપુખ્ય હેતુમૂર્ત...એ શબ્દોનો અર્થ અનુવાદમાં રહી ગયો છે તે લઈ લેવો કે તીર્થંકરપ્રકૃતિને યોગ્ય પુણ્ય-પરિણામ તે પરંપરા સાધક છે. તીર્થક પ્રકૃતિને સાધક કહી નથી પણ તેને યોગ્ય શુભભાવને વ્યવહારથી નિર્વાણનું કારણ કહ્યું છે પણ પુણ્યપ્રકૃતિને પણ પરંપરા કારણ કહી શકાય. આમ જિનપ્રતિમા, તીર્થંકપ્રકૃતિના હેતુભૂત પરિણામ અને તીર્થકપ્રકૃતિ એ બધાં પરંપરા નિર્વાણનું કારણ કહેવાય છે.
નિશ્ચય-વ્યવહારની સંધિ અલૌકિક છે. આ વાત અલૌકિક છે બાપુ! દેવના અર્થમાં બહુ ખૂબીથી વાત આપેલી છે. તીર્થકરગોત્રને યોગ્ય શુભપરિણામ અને તીર્થકપ્રકૃતિને તથા જિનપ્રતિમાને વ્યવહારથી નિર્વાણનું કારણ ગણીને “દેવ' કહી દીધાં છે. જિનપ્રતિમાને તો
નવદેવમાં પણ દેવ તરીકે લીધી છે. આ બધાંને બહિરંગ નિમિત્ત કારણ હોવાથી પરંપરા નિર્વાણના કહ્યાં પણ સીધી રીતે તો તે બંધના જ કારણ છે એ પણ કહી દીધું છે.
સાધકભાવને અહીં બંધભાવ તરીકે સિદ્ધ કર્યો છે. કોઈ જગ્યાએ તેને આત્મા કહ્યો છે, કોઈ જગ્યાએ અનાત્મા તો કોઈ જગ્યાએ બંધના કારણ તરીકે સિદ્ધ કર્યો છે. ખરેખર, વ્યવહારભાવ તે બંધભાવ છે. તીર્થંકરપ્રકૃતિને યોગ્ય પરિણામ બંધનું જ નિમિત્ત છે પણ વ્યવહારે તેને નિર્વાણનું સાધક કહેવામાં આવે છે. તોપણ નિશ્ચયનયની દૃષ્ટિથી જોઈએ તો, પરમ આરાધવા યોગ્ય વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે નિજશુદ્ધાત્મભાવ જ દેવ છે, અન્ય કોઈ દેવ નથી.
ઓહોહો ! ભારે ટીકા કરી છે! પાઠમાં જે કહ્યું છે એવી જ ટીકા કરી છે. તુટું પપ્પા વિમતુ મુવિ | તું આત્માને છોડીને બીજે ન જા ! નિર્મળાનંદ ભગવાનને છોડીને બીજે ન જા ! આ તો વ્યવહારનો નિષેધ કરે છે ! હા, જ્યારે નિશ્ચયમાં રહી ન શકે ત્યારે વ્યવહારભાવમાં રહે છે પણ નિશ્ચયમાં રહી શકાતું હોય તો વ્યવહારમાં જવા જેવું નથી. અહીં તો પાઠમાં જ વ્યવહારનો નિષેધ કર્યો છે કે આત્મા સિવાય અન્ય તીર્થમાં ન જા, એક આત્મા સિવાય બીજા ગુરુને ન સેવ અને આત્મા સિવાય બીજા દેવની આરાધના ન કર ! જુદાં જુદો ત્રણ શબ્દ મૂળમાં જ આપ્યાં છે. પંચમ આરાના મુનિ પંચમ આરાના જીવોને આવી વાત કહી ગયા છે.
અરે ! આમાં તો વ્યવહારનો નાશ થઈ જશે...વ્યવહારનો નાશ થશે તો અંદર