________________
પ્રવચન-૬૧ )
[ ૩૯૭ ભગવાન ચૈતન્યબિંબ અનંત મહાગુણનો મેરૂ છે. જેની એક એક શક્તિ આગળ મોટા દરિયા ખાલી થાય એવી એની તાકાત છે.
પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરના કામ જો.
આવા પ્રભુ–પૂર્ણાનંદના નાથનું સમ્યફ પ્રકારે અંતરમાં પરિણમન થવું તે આત્મસંયમ અથવા આત્માનો સંયમ છે પણ સાથે જે વિકલ્પ છે તે આત્મસંયમ નથી. વિકલ્પ તો અનાત્મરૂપ રાગ છે. પણ વ્યવહારે તેને અનુકૂળ નિમિત્ત ગણીને સાધક કહેવામાં આવ્યો છે. ખરેખર તો આત્માના ગુણોનું નિર્મળ પરિણમન તે જ ખરો સંયમ છે અને સંયમ એ જ મોક્ષનો માર્ગ છે.
જીવે કદી અધ્યાત્મની વાત સાંભળી નથી અને પરિચય કર્યો નથી તેથી મહિમા પણ આવી નથી. “હું કોણ છું?” એ વિચાર જ એણે કદી કર્યો નથી. શ્રીમદે કહ્યું ને !
“હું કોણ છું ક્યાંથી થયો! શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેક પૂર્વક, શાંતભાવે જો કર્યા.
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.” જુઓ ! ૧૬ વર્ષની ઉંમરે શ્રીમદ્ આવી વિવેકની વાત કરે છે! આત્માની સમજણ કરવા માટે ઉંમરની કે નાત-જાતની કે શરીરાદિની જરૂર નથી.
પૂર્ણાનંદના નાથને અવલંબતી દૃષ્ટિ, તેને અવલંબતું જ્ઞાન અને તેને અવલંબતી સ્થિરતા તે આત્મા છે. તે જ સંયમ છે. વ્યવહારસંયમ કહ્યો છે તે આત્મા નથી. પણ . નિશ્ચયસંયમની સાથે શુભરાગરૂપ ઇન્દ્રિય અને મનનો સંયમ તથા છકાય જીવોની દયારૂપ સંયમની ભૂમિકાનું અહીં જ્ઞાન કરાવ્યું છે. એવો વ્યવહાર પણ વીતરાગ શાસન સિવાય બીજે હોતો નથી.
નિશ્ચયસંયમ તો મોક્ષનો મારગ છે અને નિશ્ચયની સાથે રહેલો વિકલ્પ તે વ્યવહારસંયમ છે પણ તે મોક્ષનો માર્ગ નથી, બંધમાર્ગ છે. તેથી વ્યવહારે તેને અનુકૂળ કહેવાય છે છતાં નિશ્ચયથી તો તે પ્રતિકૂળ છે. નિશ્ચયથી પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થવાથી આત્માને સંયમ કહેવામાં આવ્યો છે. વિકલ્પથી ખસીને સ્વરૂપમાં ઠરેલો આત્મા તે સંયમ છે.
શ્રોતા :–આપની મહેરબાનીથી આવું સાંભળવા મળે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :—એ આત્માની મહેરબાની છે. અંદરમાં આત્માની મહેરબાની બધામાં પડી જ છે.
આત્મા જ સંયમ છે એ વાત થઈ. હવે આત્મા જ શીલ છે તે કહે છે. બહિરંગ સહકારી નિશ્ચય શીલના કારણરૂપ જે કામ ક્રોધાદિના ત્યાગરૂપ વ્રતની રક્ષા તે વ્યવહારશીલ